Gujarat Now
બ્રેકિંગ
રાશિફળ : ૨૬/૧૧/૨૦૨૬સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ રામેશ્વરમ મંદિરમાં કર્યા દર્શન: અભ્યાસ પ્રવાસ દરમિયાન રામનાથસ્વામી જ્યોતિર્લિંગના આશીર્વાદ મેળવ્યારાજકોટમાં ઉત્તરાયણ પહેલાં પતંગના દોરાએ લીધો યુવકનો જીવ: ઘર નજીક બાઈક પર જતી વખતે ગળામાં દોરો ફસાતાં અતિક ચૌહાણનું મોત'બંગાળમાં 20 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા લોકોના નામે પણ મતદાન થતું હતું': રાજકોટમાં સંબિત પાત્રાનો મમતા બેનર્જી પર ગંભીર આક્ષેપગોંડલ માર્કેટ યાર્ડના વેપારી સાથે ₹1 કરોડની છેતરપિંડી: IPOમાં રોકાણની લાલચ આપી અમદાવાદની મેડાર્ટ કંપનીના માલિક રાજ પટેલે રૂપિયા પડાવ્યારાશિફળ : ૨૬/૧૧/૨૦૨૬સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ રામેશ્વરમ મંદિરમાં કર્યા દર્શન: અભ્યાસ પ્રવાસ દરમિયાન રામનાથસ્વામી જ્યોતિર્લિંગના આશીર્વાદ મેળવ્યારાજકોટમાં ઉત્તરાયણ પહેલાં પતંગના દોરાએ લીધો યુવકનો જીવ: ઘર નજીક બાઈક પર જતી વખતે ગળામાં દોરો ફસાતાં અતિક ચૌહાણનું મોત'બંગાળમાં 20 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા લોકોના નામે પણ મતદાન થતું હતું': રાજકોટમાં સંબિત પાત્રાનો મમતા બેનર્જી પર ગંભીર આક્ષેપગોંડલ માર્કેટ યાર્ડના વેપારી સાથે ₹1 કરોડની છેતરપિંડી: IPOમાં રોકાણની લાલચ આપી અમદાવાદની મેડાર્ટ કંપનીના માલિક રાજ પટેલે રૂપિયા પડાવ્યા
📌 Rajkot

રાજકોટમાં ઉત્તરાયણ પહેલાં પતંગના દોરાએ લીધો યુવકનો જીવ: ઘર નજીક બાઈક પર જતી વખતે ગળામાં દોરો ફસાતાં અતિક ચૌહાણનું મોત

Gujaratnow2 min read
રાજકોટમાં ઉત્તરાયણ પહેલાં પતંગના દોરાએ લીધો યુવકનો જીવ: ઘર નજીક બાઈક પર જતી વખતે ગળામાં દોરો ફસાતાં અતિક ચૌહાણનું મોત

રાજકોટના કુંભારવાડા વિસ્તારમાં પતંગના દોરાને કારણે વધુ એક કરુણ ઘટના સામે આવી છે. 20 વર્ષીય અતિક રિયાઝભાઈ ચૌહાણનું ગળામાં પતંગનો દોરો ફસાઈ જતાં ગંભીર ઈજા પહોંચ્યા બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ગત 21 નવેમ્બરના રોજ સાંજે આશરે 6 વાગ્યે અતિક પોતાના ઘર નજીક બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક ગળામાં પતંગનો દોરો ફસાઈ જતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. આજે સારવાર દરમિયાન તેનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

મિત્રના પિતાની દવા લેવા જતી વખતે બની દુર્ઘટના

મળતી માહિતી મુજબ, 21 નવેમ્બરના રોજ અતિક ઘરે હતો ત્યારે તેના મિત્ર રહીશનો ફોન આવ્યો હતો. મિત્રએ તેના પિતાની તબિયત ખરાબ હોવાનું જણાવી દવા લેવા જવા માટે મદદ માગી હતી. મિત્રની મદદ માટે અતિક બાઈક લઈને તેના ઘરે જવા નીકળ્યો હતો. જોકે, ઘરથી થોડે દૂર આવેલી શેરીમાં બાઈક ચલાવતી વખતે અચાનક પતંગનો દોરો તેના ગળામાં ફસાઈ ગયો હતો. દોરાના કારણે ગળાના ભાગે ગંભીર ઈજા થતાં અતિક લોહીલુહાણ હાલતમાં રસ્તા પર ઢળી પડ્યો હતો.

સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા

ઘટના બાદ ઇજાગ્રસ્ત અતિકને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, ટૂંકી સારવાર બાદ આજે તેનું મોત નીપજ્યું હતું. યુવાન પુત્રના અકાળે અવસાનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

ઉલ્લેખનીય છે કે અતિક બે બહેનોનો એકનો એક ભાઈ હતો. તે છૂટક મજૂરી કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. પરિવારના આધારસમાન યુવાનના અચાનક અવસાનથી બંને બહેનો સહિત પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે.

Gujaratnow2 min read

Related News