Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
✨ Gujarat

ધોરાજીમાં બહેનના પ્રેમસંબંધની જાણ થઇ જતાં સગા ભાઇએ જ છરીના 3 ઘા ઝીંકી પતાવી દીધી

Gujaratnow2 min read
ધોરાજીમાં બહેનના પ્રેમસંબંધની જાણ થઇ જતાં સગા ભાઇએ જ છરીના 3 ઘા ઝીંકી પતાવી દીધી

ધોરાજીના જૂનાગઢ રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં ઉપર નીચેના ફ્લેટમાં રહેતા મુસ્લિમ તરૂણી અને યુવકની આંખ મળી ગઇ હતી અને બન્ને વચ્ચે કૂણી લાગણી બંધાતા આ અંગેની જાણ તરૂણીના ભાઇને થઇ જતાં ભાઇના મન પર કાળ સવાર થયો હતો અને મંગળવારે પોતાના ઘરમાં જ બહેનના ડાબા પડખામાં છરીના ત્રણ ઘા ઝીંકી દઇ મોતને ઘાટ ઉતારી દીધી હતી. હુમલાના પગલે તરૂણી લોહીના ખાબોચિયાંમાં ફસડાઇ પડી હતી અને માતા પિતાએ તેને તાબડતોબ સિવિલમાં ખસેડી હતી પરંતુ ત્યાં તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો.

બીજી તરફ બહેનની હત્યા કરી ભાઇ નાસી છૂટ્યો હતો. તબીબોએ પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ધસી ગયો હતો તપાસ હાથ ધરી હતી તેમજ ભાઇને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.ધોરાજીના જૂનાગઢ રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં ફ્લેટમાં રહેતા રઝાકભાઇ સપરિયાણીની 14 વર્ષની દીકરી યાસ્મીન ઉર્ફે રોજીનાને તેમના જ એપાર્ટમેન્ટમાં ઉપરના ફ્લેટમાં રહેતા ફૈજાન સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને આ જાણ યાસ્મીનના ભાઇ ફીરોઝ (ઉ.વ.21)ને થઇ હતી અને તેને બહેનનો ફૈજાન સાથેનો સંબંધ કોઇ કાળે મંજૂર ન હતો.

આથી બન્ને ભાઇ બહેન વચ્ચે આ મુદે ક્યારેક ટપાટપી થઇ જતી અને માતા પિતા બન્નેને સમજાવી દેતાં પરંતુ મંગળવારે ફીરોઝના મન પર કાળ સવાર થયો હતો અને તેણે યાસ્મીનને છરીના ત્રણ ઘા ઝીંકી દીધા હતા. ડાબા પડખામાં થયેલા વાર જીવલેણ નીવડ્યા હતા અને યાસ્મીન ત્યાં જ લોહીલુહાણ હાલતમાં ઢળી પડી હતી. આ જોઇ માતા પિતા હતપ્રભ બની ગયા હતા અને નજીકમાં રહેતા સગાંની મદદ લઇ યાસ્મીનને લઇ સિવિલ પહોંચ્યા હતા, જ્યાં તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો. પોલીસે ગણતરીની કલાકોમાં ફીરોઝની ધરપકડ કરી હતી.

Gujaratnow2 min read

Related News