Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
🇮🇳 India

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

Gujaratnow3 min read
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયું. મૃત્યુ પહેલાં તેમણે RAWના કહેવા પર તેમની પુત્રી સહમતના લગ્ન પાકિસ્તાની સેનાના કેપ્ટન ઇકબાલ સાથે કરાવ્યા.

સહમતના સસરા સઈદ પાક સેનામાં બ્રિગેડિયર અને જેઠ મહેબૂબ મેજર હતા. સહમતે પરિવારનું એટલું દિલ જીતી લીધું કે બ્રિગેડિયર સઈદ સેનાની દરેક બાબતોમાં સલાહ લેવા લાગ્યા. સહમતે ચાલાકીથી બ્રિગેડિયરના બોસ લેફ્ટનન્ટ જનરલ અમીર ખાનને પણ પોતાના પ્રભાવમાં લઈ લીધા. આ રીતે RAWને પાક સેનાની ગુપ્ત માહિતી મળવા લાગી.

સહમતને પાકિસ્તાનમાં રહેતા બે વર્ષ થઈ ગયા હતા. હજુ સુધી કોઈ મોટી માહિતી તેના હાથમાં આવી નહોતી. તે સમજી ગઈ કે તેને કંઈક મોટું કરવું પડશે. એક દિવસ તેણે સસરા સઈદને જણાવ્યું કે તે શાળામાં સંગીત શીખવવા માંગે છે.

સઈદ નારાજ થઈ ગયા. તેમણે કહ્યું- 'અમારા ઘરની સ્ત્રીઓ નોકરી કરતી નથી. તને કોઈ વસ્તુની કમી છે શું?'

સહમત ધીમેથી બોલી- 'કોઈ વસ્તુની કમી નથી, પણ ખાલી સમય પસાર થતો નથી. ઘરમાં બેઠાં-બેઠાં કંટાળી ગઈ છું.'

ત્યારે ઇકબાલ ત્યાં આવી ગયો. તેણે કહ્યું- 'સહમત સાચું કહી રહી છે અબ્બુ જાન. સંગીતમાં તેની રુચિ છે. સ્કૂલ જશે તો મન હળવું થઈ જશે.'

થોડીવાર વિચાર્યા પછી બ્રિગેડિયરે કહ્યું- 'જેમ તમને લોકોને યોગ્ય લાગે તેમ કરો, પણ ખાનદાનનું નામ ખરાબ ન થવું જોઈએ.'

સહમતે હસતાં હસતાં કહ્યું- 'જી અબ્બુ.'

થોડા દિવસો પછી સહમતે એક સ્કૂલમાં સંગીત શીખવવાનું શરૂ કરી દીધું. આ કોઈ સામાન્ય સ્કૂલ નહોતી, અહીં પાકિસ્તાનના ધનિકો અને સેનાના ઉચ્ચ અધિકારીઓના બાળકો ભણતા હતા.

જલદી જ સહમતની શોધખોળ કરતી નજરોએ પોતાનો શિકાર શોધી કાઢ્યો- 'અનવર ખાન.'

અનવર, પાકિસ્તાની સેનાના શક્તિશાળી અધિકારી લેફ્ટનન્ટ જનરલ ઇમ્તિયાઝ ખાનનો પૌત્ર હતો. સંગીતમાં તેને રસ નહોતો, પરંતુ સહમતે અનવરને મ્યુઝિક ક્લાસનો ગ્રુપ લીડર બનાવી દીધો. ખાસ કરીને ટ્રેનિંગની વ્યવસ્થા કરી. દરરોજ અલગથી તેને કલાકો સુધી રિયાઝ કરાવતી. ધીમે ધીમે સંગીતમાં અનવરનો રસ વધવા લાગ્યો.

થોડા મહિના પછી સ્કૂલનું એન્યુઅલ ફંક્શન થવાનું નક્કી થયું. સહમતે લેફ્ટનન્ટ જનરલ ઇમ્તિયાઝ ખાન અને તેમની બેગમને આમંત્રિત કર્યા. બંને હાજર પણ રહ્યા.

અનવરનું પરફોર્મન્સ જોઈને ઓડિટોરિયમની આગલી હરોળમાં બેઠેલા લેફ્ટનન્ટ જનરલ ઇમ્તિયાઝ અને તેમની બેગમ ખૂબ ખુશ થયા. પૌત્રના પરફોર્મન્સ પાછળ તેમને એક જ ચહેરો દેખાઈ રહ્યો હતો - લેડી ટીચર સહમત.

એ સાંજે સહમત માટે જનરલ ઇમ્તિયાઝે ભવ્ય બંગલાના દરવાજા ખોલી દીધા. ધીમે ધીમે તે જનરલના પરિવારની એટલી નજીક બની ગઈ કે તેમનું ઉઠવું-બેસવું અને પારિવારિક સલાહ-સૂચનો સહમત વિના અધૂરા લાગવા માંડ્યા.

આનો ફાયદો સહમતના પાકિસ્તાની પરિવારને પણ મળ્યો. બ્રિગેડિયર સઈદ પાકિસ્તાનની શક્તિશાળી ગુપ્તચર એજન્સી ISIના ડેપ્યુટી ચીફ બની ગયા. એટલે કે હવે સહમત, સસરાના બહાને ISIના દરવાજા સુધી પહોંચી ચૂકી હતી.

Gujaratnow3 min read

Related News