વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિધ પાયાની સુવિધા માટે પાલિકાઓને સરળતાથી જમીન ફાળવવા માટે નિર્ણય કરાયો છે. અત્યાર સુધી જંત્રીના 25 થી 50 ટકા રૂપિયા ભરવા પડતા જે હવે એકપણ રૂપિયો ભર્યા વગર મળશે.

નગરપાલિકાઓના વિકાસ કામ માટે મહત્વનો નિર્ણય શહેરી વિસ્તારોમાં વહીવટી સંચાલન વધુ પારદર્શક બને અને નાગરિકોને પાયાની સુવિધાઓ સમયસર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. નગરપાલિકાઓને વિકાસના કામો માટે હવે 11 પ્રકારની વિવિધ પાયાની સુવિધાઓ વિકસાવવા માટે સરળતાએ જમીન ફાળવવા માટે નિર્ણય કરાયો છે

એકપણ રૂપિયો ભર્યા વગર જમીનની ફાળવણી કરાશે નગરસેવા સદન, ફાયર સ્ટેશન, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ભૂગર્ભ ગટર ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન, વોટર સપ્લાય પ્રોજેક્ટ તેમજ સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરી, ટાઉનહોલ, કોમ્યુનિટી હોલ, કન્વેશન સેન્ટર જેવી સગવડો માટે સરકારી જમીન નગરપાલિકાઓને આપવામાં આવશે. રાજ્યની નગરપાલિકાઓને વિકાસના કામો માટે જે પહેલા જમીન આપતા હતા તેમાં જંત્રીના દરે 25 થી 50 % રૂપિયા ભરવા પડતા હતા, હવે એક પણ રૂપિયો ભર્યા વગર આ જમીન સરળતાથી નગરપાલિકાઓને મળી રહેશે.

Read more

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow