ચંદ્રસિંહ મોરીને જ્યુ. કસ્ટડીમાં મોકલાયો, કોર્ટમાં હાજર કરતા સમયે EDના અધિકારી કરતાં સગાં વધુ

ચંદ્રસિંહ મોરીને જ્યુ. કસ્ટડીમાં મોકલાયો, કોર્ટમાં હાજર કરતા સમયે EDના અધિકારી કરતાં સગાં વધુ

સુરેન્દ્રનગર કલેકટર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને 1500 કરોડના NA કૌભાંડ મામલે ED દ્વારા આજે અમદાવાદ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે જ્યુ. કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો હતો. EDએ જ્યારે ચંદ્રસિંહ મોરીને કોર્ટમાં હાજર કર્યો ત્યારે તેના સંબંધીઓ તેને બચાવવા હવાતિયાં મારતા જોવા મળ્યા. કોર્ટમાં ઈડીના અધિકારી કરતાં ચંદ્રસિંહ મોરીના સંબંધીઓ વધુ જોવા મળ્યા હતા.

23 ડિસેમ્બરે દિલ્હી ખાતે આવેલી EDની સ્પેશિયલ ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરીના રહેણાક પરિસરમાં PMLAની કલમ 17 હેઠળ હાથ ધરવામાં આવેલી સર્ચ કાર્યવાહી દરમિયાન 67.50 લાખની રોકડ રકમ રિકવર કરી જપ્ત કરવામાં આવી હતી. આ રોકડ રકમ તેમના બેડરૂમમાં છુપાવેલી મળી હતી. આરોપી ચંદ્રસિંહ મોરીએ 23 ડિસેમ્બર, 2025ના રોજ PMLAની કલમ 17 હેઠળ નોંધાયેલા તેમના નિવેદનમાં સ્વીકાર્યું છે કે જપ્ત કરાયેલી રોકડ રકમ જમીનના હેતુફેરની અરજીઓના ઝડપી અથવા સાનુકૂળ નિકાલ માટે સીધી રીતે અથવા વચેટિયાઓ દ્વારા અરજદારો પાસેથી માગેલી અને એકઠી કરેલી લાંચની રકમ છે.

ઈડીની ટીમે ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાતાં 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા, જે આજે પૂર્ણ થયા હતા. ઈડી તરફથી વધુ રિમાન્ડની માગણી ન કરતાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો હતો. તો બીજી તરફ NA કૌભાંડ મામલે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ડો.રાજેન્દ્રકુમાર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, ક્લાર્ક કલેક્ટરના પીએ જયરાજસિંહ અને ક્લાર્ક મયુરસિંહ ગોહિલ સામે સુરેન્દ્રનગર એસીબીમાં ઇડીએ કેસ દાખલ કર્યો છે, જેની તપાસનો ધમધમાટ પણ ચાલી રહ્યો છે.

Read more

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow
અમેરિકાએ રશિયન જહાજ પકડ્યું, તેના પર 3 ભારતીય હતા

અમેરિકાએ રશિયન જહાજ પકડ્યું, તેના પર 3 ભારતીય હતા

અમેરિકાએ બુધવારે જે રશિયન જહાજ મેરિનેરાને પકડ્યું હતું, તેના પર ત્રણ ભારતીય નાગરિકો પણ સવાર હતા. આ માહિતી રશિયન ન્યૂઝ એજન્સી રશિયા ટુડે

By Gujaratnow