સેક્સના 48 કલાક સુધી મળે છે આ મોટો લાભ, 214 નવ પરણિત કપલના સ્ટડીમાં ખુલાસો

સેક્સના 48 કલાક સુધી મળે છે આ મોટો લાભ, 214 નવ પરણિત કપલના સ્ટડીમાં ખુલાસો

સેક્સને કારણે અને શારીરિક અને માનસિક લાભ મળે છે તે તો જાણીતી વાત છે પરંતુ એક સ્ટડીમાં આનાથી બીજો પણ એક મોટો લાભ થાય છે તેવું જણાવાયું છે. સાયકોલોજિકલ સાયન્સ જર્નલમાં પ્રસિદ્ધ સ્ટડીમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે સેક્સ દરમિયાન ઓક્સિટોસિન હોર્મોન રિલીઝ થાય છે. ઓક્સિટોસિન હોર્મોન શરીર અને ચહેરા પર ચમક (ગ્લો) વધારવાનું કામ કરે છે. એટલે કે શારીરિક સંબંધના 48 કલાક બાદ પણ ચહેરો ચમકતો રહે છે. વૈજ્ઞાનિક એન્ડ્રીયા મેલ્ટઝર અને તેમની ટીમે કરેલા સ્ટડીમાં સેકસ ચહેરાને ચમકાવે છે તેવું તારણ બહાર આવ્યું છે.

14 દિવસમાં 4 વાર સેક્સ માણનાર કપલમાં ચહેરો ચમક્યો
સ્ટડીમાં નવવિવાહિત લોકોના બે જૂથો બનાવવામાં આવ્યા હતા. પહેલા ગ્રુપમાં 96 અને બીજા ગ્રુપમાં 118 જોડી હતી. તેમને તેમની જાતીય પ્રવૃત્તિને ટ્રેક કરવાનું કહેવામાં આવ્યું હતું. સરેરાશ દંપતીએ 14 દિવસમાં 4 વખત સેક્સ માણ્યું હતું. વૈજ્ઞાનિકોને જણાયું કે મોટાભાગના કપલના ચહેરો સેક્સના 48 કલાક બાદ ચમકતો રહ્યો હતો. સ્ટડીને અંતે વૈજ્ઞાનિકોને એવું જણાયું કે સેક્સ પછી જેમના ચહેરા પર ચમક વધારે હતી તેઓ તેમના સંબંધોમાં ખુશ હતા.

સેક્સના બીજા લાભ
ચહેરાની ચમકની ઉપરાંત સેક્સના બીજા પણ ઘણા લાભો છે જેવા કે સેક્સ દરમિયાન બ્લડ સર્ક્યુલેશન વધે છે. તેનાથી રક્તવાહિનીઓ ખુલે છે. આ જ કારણ છે કે ચહેરા પર રતાશ અને ચમક જોવા મળે છે. ઘણા નિષ્ણાતો વજન ઘટાડવા માટે સેક્સને શ્રેષ્ઠ કસરત માને છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow