આજથી જ બદલો તમારી આ કુટેવો નહીં તો રિલેશનશિપને બનાવી દેશે બોરિંગ, એકાએક વધી જશે પ્રેમ!

આજથી જ બદલો તમારી આ કુટેવો નહીં તો રિલેશનશિપને બનાવી દેશે બોરિંગ, એકાએક વધી જશે પ્રેમ!

જ્યારે આપણે કોઇ સંબંધમાં હોઇએ ત્યારે જીવનના ઉતાર-ચઢાવ સંબંધને મેચ્યોર બનાવવા માટે કામ કરે છે. સુખ, દુઃખ, પ્રેમ, મતભેદ વગેરે જેવી વસ્તુઓ એક સારા સંબંધની જરુર હોય છે. આવી વસ્તુ એક-બીજા પરનો વિશ્વાસ વધારવા અને રોમાન્સને જાળવી રાખવાનું કામ કરે છે. પરંતુ, જો તમારા સંબંધમાં કંટાળો આવી રહ્યો છે અને તમને લાગે છે કે તમારી વચ્ચે કંઈ ખાસ બચ્યું નથી, તો તે તમારા સંબંધો બોરિંગ થઈ ગયો હોવાનો સંકેત છે. કેટલીકવાર તે તમારી પોતાની ભૂલોને કારણે થાય છે. આવો જાણીએ કે કઈ ભૂલોને કારણે સંબંધોમાં કંટાળો આવે છે.

બોરિંગ સંબધને આ રીતે બનાવો રસપ્રદઃ
1. રોમાંસને વધારો  
જો તમે એક જ પેટર્નમાં જીવન જીવી રહ્યા હોવ અને કંઈપણ નવું નથી કરતા, તો તે તમારા જીવનને કંટાળાજનક બનાવવાનું કામ કરી શકે છે. આવી સ્થિતિમાં, કેટલીક રોમાંચક ક્ષણો સાથે પસાર કરવાનો પ્રયાસ કરો. સંબંધોનો કંટાળો દૂર કરવા માટે આ ખૂબ જ જરૂરી છે.

2. સંબંધને બનાવો કમ્ફર્ટેબલ
જો તમારા સંબંધમાં વધુ પડતી ફોર્માલિટી હોય તો તે તમારા સંબંધને બોરિંગ બનાવી શકે છે. પ્રયત્ન કરો કે તમારી વચ્ચેનો સંબંધ આરામદાયક રહે અને તમે વધારે વિચાર્યા વિના દરેક વાત એકબીજા સાથે મનની વાત શેર કરો. આમ કરવાથી સંબંધોમાં કોઈ ઉથલપાથલ થતી નથી અને બંને એકબીજા સાથે સારું અનુભવે છે.

3. પ્રયત્ન કરવાનો ના છોડો
જો તમને લાગે છે કે તમારા સંબંધમાં કંટાળો આવી રહ્યો છે, તો તમે તેને વધુ સારું બનાવવાનો પ્રયાસ કરો. આ માટે તમે એકબીજા સાથે વાત કરો અને થોડા સરપ્રાઈઝ આપો. મહેનત કે પરિશ્રમ વગર કશું પ્રાપ્ત થતું નથી, આ નિયમ સંબંધોમાં પણ લાગુ પડે છે.

4. પોતાના માટે સમય કાઢો
જો તમે તમારા માટે સમય નહીં કાઢો તો તમે તમારી જાતને ખુશ નહીં રાખી શકો. તેથી જરૂરી છે કે તમે એકલા સમય પસાર કરો અને તમારા શોખ વગેરે પૂરા કરો. આમ કરવાથી તમે તમારા જીવનસાથી અને તમારા માટે સ્પેસ બનાવી શકશો. સારા સંબંધ માટે પર્સનલ સ્પેસ પણ જરૂરી છે. આ માટે ક્યારેક તમે એકલા અથવા મિત્રો સાથે સમય વિતાવો અને ફરવા જાઓ.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow