બસ પુરુષો આ કરી લે.! કપલના સંબંધોમાં આવશે મિઠાશ, રિસર્ચમાં સામે આવી ગજબની ફોર્મ્યુલા

બસ પુરુષો આ કરી લે.! કપલના સંબંધોમાં આવશે મિઠાશ, રિસર્ચમાં સામે આવી ગજબની ફોર્મ્યુલા

લગ્નના થોડા વર્ષો પછી પતિ અને પત્નીનાં સંબંધોમાં પહેલા જેવી મિઠાશ રહેતી નથી. પતિ હોય કે પત્ની બંને પોતપોતાના કામમાં બિઝી હોય છે,  

જેના કારણે સંબંધો નબળા પડવા લાગે છે. પત્નીએ ઘરના તમામ કામ કરવા પડે છે અને પતિ કામ કરાવતા નથી. કોઈપણ સારા રિલેશનશીપ વચ્ચે આ બાબત સૌથી મોટી દીવાલ બનીને સામે આવે છે. રિલેશનશીપની દીવાલ નબળી પડવા લાગે તો પતિ અને પત્નીની સાથે સાથે તેમની સાથે જોડાયેલા લોકો પર પણ અસર થાય છે.  

આ પરિસ્થિતિમાં રોમાન્સનો આનંદ લેવા માટે શું કરવું જોઈએ. આ બાબતે ઓસ્ટ્રેલિયામાં થયેલ એક સ્ટડીમાં શાનદાર ફોર્મ્યુલા જણાવવામાં આવ્યું છે. આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને દાંપત્યજીવનમાં પહેલા જેવી મિઠાશ લાવી શકાય છે. સ્ટડીમાં સલાહ આપવામાં આવી છે કે, પુરુષ મહિલાઓને ઘરના કામકાજમાં મદદ કરે તો મહિલાઓ પુરુષને વધુ પ્રેમ કરવા લાગે છે. દાંપત્યજીવન પહેલા જેવું બની શકે છે.

પુરુષોએ આ કામ કરવું જોઈએ

જેરુસલમ પોસ્ટે રિસર્ચની મદદથી જણાવ્યું છે કે, ઘરના કામકાજમાં પતિ અને પત્નીની એકસમાન ભાગીદારી હોવી જોઈએ. જેનાથી ફિઝિકલ રિલેશનશીપમાં હંમેશા તાજગી રહેશે. સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે, દંપતી સાફ  સફાઈ, વાસણ, કચરા પોતા જેવા ઘરના કામ સાથે મળીને કામ કરે અથવા પુરુષ ઘરના કામમાં મદદ કરે તો તે ઉપાય ફિઝિકલ રિલેશનશીપ વધારવામાં કારગર સાબિત થાય છે.  

જો ઘરમાં માત્ર મહિલાઓ જ ભોજન બનાવે, વાસણ કરે, સાફ સફાઈ કરે, કપડા ધોવે તો તે ખૂબ જ થાકી જાય છે. આ પરિસ્થિતિમાં ફિઝિકલ રિલેશન સમયે તેને મજા આવતી આવતી નથી. આ કારણોસર મહિલાઓ શારીરિક સંબંધ બનાવવામાં રસ દાખવતી નથી. જો પુરુષ મહિલાઓને ઘરના કામકાજમાં મદદ કરે તો મહિલાઓ પુરુષ પર વધુ પ્રેમ લુંટાવે છે.

આ પ્રકારની ઈચ્છા થાય છે

ઓસ્ટ્રેલિયામાં સ્વીનબર્ને યૂનિવર્સિટી ઓફ ટેકનોલોજીના શોધકર્તાઓએ આ સ્ટડી કરી છે. સ્ટડીમાં 299 ઓસ્ટ્રેલિયન મહિલાઓને શામેલ કરવામાં આવી હકી. જેમને તેમના શારીરિક સંબંધ બાબતે ઈચ્છાઓ માટે કેટલાક ઓનલાઈન સવાલ કરવામાં આવ્યા હતા. સંશોધનકર્તાઓએ શારીરિક સંબંધ બાબતે કેટલાક અંગત સંવાલ પૂછ્યા હતા. સ્ટડીમાં પરથી જાણવા મળે છે કે, મહિલાઓ એકાંતમાં સંબંધ બનાવવાની ઈચ્છા ધરાવે છે.  

જ્યારે મહિલાઓની ઈચ્છા પૂરી થતી નથી તો તે ઈચ્છા પૂરી કરવા માટે અનેક જરૂરિયાતોને એકાંત રૂપે પૂર્ણ કરવાની કોશિશ કરે છે. જ્યારે મહિલા કોઈ વ્યક્તિથી આકર્ષિત થાય છે, તો તેની સાથે સંબંધ બનાવવાની ઈચ્છા રાખે છે. આ અંતરંગતા ત્યારે જ સફળ થાય છે, જ્યારે કોઈપણ પ્રકારની ઝંઝટ ના હોય. ઘરના કામકાજ વહેંચી દેવામાં આવે તો મહિલાઓમાં ભાવનાત્મક રૂપે સંબંધ બનાવવાની પ્રબળ ઈચ્છા હોય છે. સંશોધનકર્તાઓએ જણાવ્યું છે કે, જે દંપતી સાથે કામ કરે છે, તેઓ વધુ સંતુષ્ટ હતા.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow