દિકરી સાથે ભૂલીને પણ 5 વાતો ન કરે પિતા, હર્ટ થઈ શકે છે દિકરી, સંબંધોમાં વધી શકે છે અંતર

દિકરી સાથે ભૂલીને પણ 5 વાતો ન કરે પિતા, હર્ટ થઈ શકે છે દિકરી, સંબંધોમાં વધી શકે છે અંતર

પિતા અને પુત્રીનો સંબંધ ખૂબ જ ખાસ હોય છે. દીકરીઓ પિતાની સૌથી લાડકી હોય છે જ્યારે દીકરીઓ માટે તેમના પિતા સુપર હીરો હોય છે. આ સ્થિતિમાં પિતા પણ દીકરી સાથે તમામ વાતો શેર કરે છે. પરંતુ  શું તમે જાણો છો કે પિતાએ પોતાની દીકરીને કેટલીક વાતો ક્યારેય ન કરવી જોઈએ ? તેનાથી ન માત્ર દીકરીઓ પર જ ખરાબ અસર પડી શકે છે પરંતુ તમારા સંબંધોમાં પણ અંતર વધી શકે છે.

દિકરા સાથે ન કરો તુલના
પિતા હંમેશા દિકરીઓને દિકરા જેવી બનવાની અપેક્ષા રાખે છે   જેના કારણે મોટાભાગના પિતાઓ દિકરીઓની તુલના દિકરા સાથે કરે છે. આ  સ્થિતિમાં દીકરીની અંદર હીન ભાવના પેદા થાય થઈ શકે છે, એટલે દીકરીઓ પાસે દીકરા જેવી બનવાની અપેક્ષા ન રાખો.

કામ કરવાની સલાહ આપવાથી બચો
પિતા પોતાની દીકરીને ખૂબ પ્રેમ કરે છે, પરંતુ ક્યારેક સમાજ અને પરિવારના દબાણમાં પિતા દીકરીને ઘરના કામ કરવાની સલાહ આપવા લાગે છે. જેનાથી દીકરી હર્ટ થઈ શકે છે. તેના માનસિક વિકાસ પર પણ ખરાબ અસર પડે છે.   તેથી તમારી દીકરીને ઘરના કામ કરવા દબાણ ન કરો.

ખાવા માટે ન કરો મજાક
ઘણી વખત પિતા મજાકમાં દીકરીઓને વધુ ન ખાવાની સલાહ આપે છે. એવામાં પિતા હંમશા કહે છે કે વધુ પડતું ખાવાથી તું જાડી થઈ જઈશ. તમારી આ વાત દીકરીને ખરાબ લાગી શકે છે.તેથી દીકરીને ખાવામાં બિલકુલ ટોકવા ન જોઈએ.

આ વાતની સલાહ આપશો નહીં
હાસ્ય સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે   પરંતુ ઘણી વખત પિતા હંમેશા દીકરીને હસવાની સલાહ આપતા હોય છે, જેથી લોકો તેને વધુ પસંદ કરે. તમારી આ સલાહ દીકરી પર ભારે પડી શકે છે અને  બિનજરૂરી હસવાની ટેવને કારણે લોકો તેની મજાક ઉડાવવા લાગશે, તેથી દીકરીને આ સલાહ આપવાથી બચો.

વાત-વાતમાં ન ટોકો
પિતા દિકરીઓને વારંવાર અનેક સલાહ આપતા હોય છે. છોકરીઓની જેમ ફોલો કરવાની સલાહ પણ આપે છે. તેનાથી દિકરી નેગેટીવિટીનો શિકાર બની શકે છે. આ સ્થિતિમાં દીકરીઓને પણ દીકરાની જેમ સમાન સ્વતંત્રતા આપો અને તેમને વારંવાર ટોકવાની કોશિશ ન કરો.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow