Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
✨ Gujarat

માતાના પ્રેમીને પતાવી દેવા પુત્રએ બે પિસ્ટલ ખરીદી, મોકાની રાહમાં હતો ત્યાં પકડાઈ ગયો

Gujaratnow2 min read
માતાના પ્રેમીને પતાવી દેવા પુત્રએ બે પિસ્ટલ ખરીદી, મોકાની રાહમાં હતો ત્યાં પકડાઈ ગયો

ચૂંટણી દરમિયાન અનિચ્છનીય બનાવ ટાળવા માટે શહેરભરની પોલીસે સઘન ચેકિંગ શરૂ કર્યું છે. ત્યારે બે હથિયાર સાથે પકડાયેલા શખ્સે માતાના પ્રેમીનો કાંટો કાઢવા માટે હથિયાર લઇ આવ્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.નવા થોરાળા-1માં રહેતા અવેશ અયુબ ઓડિયા નામના શખ્સના ઘરે ગેરકાયદેસર હથિયાર રાખ્યા હોવાની માહિતી મળી હતી.

જે માહિતીના આધારે થોરાળા પોલીસે સોમવારે બપોરે બાતમી મુજબના સ્થળે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન અવેશ ઓડિયા ઘરમાંથી મળી આવ્યો હતો. જ્યારે તેના ઘરની તલાશી લેતા સેટીમાં રહેલા ગાદલા નીચેથી દેશી બનાવટની બે પિસ્ટલ તેમજ એક કોથળીમાં સાત કારતૂસ મળી આવ્યા હતા. જે ચેક કરતા ત્રણ જીવતા કારતૂસ હતા અને ચાર ફૂટેલા કારતૂસ હોવાનું જાણવા મળ્યું હતું. નાનપણમાં મારામારી સહિતના ગુનામાં સંડોવાયેલા અયુબ ઓડિયા પાસેથી રૂ.1 લાખની કિંમતના બે હથિયાર અને જીવતા-ફૂટેલા કારતૂસ કબજે કર્યા છે.

થોરાળા પોલીસ મથકના પીઆઇ એલ.કે.જેઠવાએ વિગતો આપતા જણાવ્યું કે, અયુબની માતા કોઇની સાથે રિલેશનશિપથી રહે છે. જે વાતથી અયુબ નારાજ હોય તેનો કાંટો કાઢવાનું નક્કી કર્યું હતું. ત્યારે અગાઉ જેલમાં પરિચયમાં આવેલા મધ્યપ્રદેશનો શખ્સ પેરોલ પર બહાર આવ્યો હોવાની જાણ થતા અયુબે તેનો સંપર્ક કર્યો હતો.

સંપર્ક બાદ ત્રણ મહિના પહેલા જ અયુબ બે હથિયાર અને કારતૂસ લઇ આવ્યો હતો, પરંતુ તેનો બદઇરાદો પૂરો થાય તે પહેલા પકડાઇ ગયો છે. અયુબ સામે છેલ્લા નવ વર્ષમાં મારામારી, પ્રોહિબિશન સહિત છ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. અયુબ પાસેથી મળી આવેલા ફૂટેલા કારતૂસનો ક્યાં ઉપયોગ કર્યો છે તે સહિતની વિગતો બહાર લાવવા પોલીસે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

હત્યાની કોશિશના ગુનામાં પકડાયેલા શખ્સને તમંચા સાથે ઝડપી લીધો

ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે ગોંડલ રોડ ચોકડી પાસેથી મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ ગાંધીગ્રામ સોસાયટી-1માં રહેતા સતિષ ઉર્ફે ટોલારો હનુમાનભાઇ સહાની નામના પરપ્રાંતીય શખ્સને દેશી બનાવટના તમંચા સાથે પકડી પાડ્યો હતો.

પરપ્રાંતીય શખ્સની પૂછપરછ કરતા તેની સામે 2018માં થોરાળા પોલીસ મથકમાં હત્યાની કોશિશનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં પોતાના પર હુમલો થશે તે ડરથી છ મહિના પહેલા સ્વબચાવ માટે તેના વતનથી લઇ આવ્યો હોવાની પીઆઇ એલ.એલ.ચાવડા સમક્ષ કબૂલાત આપી છે. આ ઉપરાંત પકડાયેલ હથિયાર સિવાય અન્ય કોઈ હથિયાર લઈ આવ્યો હતો કે કેમ? તેમજ જ્યાંથી હથિયાર લાવ્યો હતો તેના સુધી પહોંચવા પોલીસે તપાસ હાથ ધરી છે.

Gujaratnow2 min read

Related News