Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
✨ Gujarat

કડી પોલીસે અધધ 48 લાખના દારૂ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા

Gujaratnow1 min read
કડી પોલીસે અધધ 48 લાખના દારૂ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા

કડી પોલીસે શનિવારે રાત્રે ખાનગી રાહે બાતમી મળી હતી કે કડી તાલુકાના બલાસર ગામની સીમમાં આવેલ બંધ શારદા ઓઈલ મિલમાં વિદેશી દારૂનું કટીંગ ચાલી રહ્યું છે અને મસમોટો વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો છે. જે આધારે કડી પોલીસે શનિવારની રાત્રીએ સ્થળ વાળી જગ્યા ઉપર કોર્નર કરીને રેડ કરતા 48 લાખ 29 હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે 13 આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

કડી તાલુકાના બલાસર ગામની સીમમાં આવેલ બંધ શારદા ઓઈલ મીલમાંથી પોલીસે 48 લાખ 29 હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપીને આરોપીઓની ધરપકડ કરીને મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. તેમજ આરોપીઓને આજે કડી કોર્ટમાં રજુ કરવામાં આવ્યાં હતાં.

કડી તાલુકાના બલાસર ગામની સીમમાંથી શનિવારે રાત્રે પોલીસે 74 લાખ 69 હજાર 400નો વિદેશી દારૂ તેમજ મુદ્દામાલ જપ્ત કરીને ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. જે મામલે કડી પોલીસે આરોપીઓને કોર્ટમાં પકડાયેલા આરોપીઓને રજૂ કર્યા હતા અને કોર્ટ સમક્ષ 14 દિવસની રિમાન્ડની કડી પોલીસ દ્વારા માગણી કરવામાં આવી હતી. કડી કોર્ટે સરકારી વકીલની દલીલો સાંભળી આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા.

Gujaratnow1 min read

Related News