Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
relationship

હું સિંગલ છું... : આ 8 વાતો પર વધુ પડતા પુરૂષ ગર્લફ્રેન્ડ અને પત્ની સાથે બોલે છે ખોટું

Gujaratnow2 min read
હું સિંગલ છું... : આ 8 વાતો પર વધુ પડતા પુરૂષ ગર્લફ્રેન્ડ અને પત્ની સાથે બોલે છે ખોટું

રિલેશનશિપમાં તમે લોકોને ઘણીવાર કોઈને કોઈ વાતને લઈને જુઠ્ઠું બોલતા જોયા હશે. રિલેશનશિપમાં જુઠ્ઠું બોલવાનાં ઘણા કારણ હોય શકે છે. ઘણીવાર લોકો પાર્ટનરને દુઃખી ન્ કરવા માટે આમ કરતા હોય છે, તો ઘણીવાર પોતાની વાત સાબિત કરવા માટે. આવામાં આજે અમે તમને અમુક એવા કોમન અસત્યો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે મોટેભાગે પુરુષ પોતાનાં પાર્ટનરને કહે છે.

હું સિંગલ છું
મોટેભાગે એવું જોવામાં આવે છે કે રિલેશનશિપમાં હોવા છતાં પુરુષ અન્ય મહિલા તરફ આકર્ષિત થઈ જાય છે અને તેને તેઓ જુઠ્ઠું પણ બોલે છે. તેઓ કહે છે કે હું સિંગલ છુ.‌

હું તેને જોતો ન હતો
એવા ઘણા મામલાઓ સામે આવે છે, જેમાં પુરુષ પોતાની મહિલા પાર્ટનર સાથે બેઠા હોય છે અને અચાનક કોઈ બીજી મહિલા ત્યાંથી પસાર થાય છે અને પુરુષ તેને જોવા લાગે છે. જ્યારે પાર્ટનર આમ કરવા પર તેને ટોકે છે, તો પુરુષ કહે છે કે તેઓ તેને જોતા ન્ હતા પરંતુ કંઇક વિચારતા હતા.

મેં ક્યારેય સ્મોક કર્યું નથી અથવા મેં સિગારેટ છોડી દીધી છે
રિલેશનશિપમાં મોટેભાગે મહિલાઓ પુરુશોને સ્મોક કરવાની જ્યારે ના પાડે છે, ત્યારે પુરુષ પાર્ટનરને મળ્યાનાં થોડા સમય પહેલા જ સ્મોક કરી લે છે અને જો પાર્ટનરને સિગારેટની દુર્ગંધ આવે છે, તો જુઠ્ઠું બોલી દે છે કે તેમની સામે કોઈ સ્મોક કરતું હતું.

હું માત્ર તારા વિશે જ વિચારુ છુ
ઘણીવાર પાર્ટનરનું દિલ જીતવા માટે પુરુષો જુઠ્ઠું બોલે છે કે હું માત્ર તારા વિશે જ વિચારુ છું.‌

હું તારા વગર એક દિવસ પણ નથી રહી શકતો
તમે ઘણીવાર ફિલ્મોમાં જોયું હશે કે બોયફ્રેન્ડ પોતાની ગર્લફ્રેન્ડને ફોન પર કહે છે કે હું તારા વગર નથી રહી શકતો અને ફોન કાપ્યા પછી તરત જ પાર્ટી શરૂ થઈ જાય છે.

પૈસાને લઈને ખોટું બોલવું
મોટેભાગે લગ્ન પહેલા કોઈ છોકરીને ઇમ્પ્રેસ કરવા માટે પુરુષો આ ખોટું બોલે છે કે તેમની પાસે ખૂબ જ પૈસા છે. આવી જ રીતે વિવાહિત પુરુષ પૈસા હોવા છતાં પોતાની પત્નીને કહે છે કે તેમની પાસે પૈસા નથી.‌

તું પહેલી છોકરી છે જેની સાથે મને પ્રેમ થયો
છોકરાઓ ઘણીવાર તેમની ગર્લફ્રેન્ડ અથવા પત્ની સાથે જુઠ્ઠું બોલે છે કે તેઓ માત્ર એક જ વાર પ્રેમમાં પડ્યા છે અને તે પણ તેમની સાથે. ઘણી વખત છોકરાઓ તેમની ભૂતકાળની ગર્લફ્રેન્ડ વિશે પણ જણાવતા નથી કારણ કે તેમનો પાર્ટનર અસુરક્ષિત અનુભવવા લાગે છે.‌

લગ્ન પહેલા સેકસ નહીં
કોઈપણ છોકરીનું દિલ જીતવા માટે પુરૂષો મોટાભાગે જુઠ્ઠું બોલે છે કે તેઓ લગ્ન પહેલા બિલકુલ ઈન્ટિમેટ નહીં થાય. પરંતુ જેવી છોકરી હા કહે છે અથવા સંબંધમાં આવે છે, રમત સંપૂર્ણપણે બદલાઈ જાય છે.

Gujaratnow2 min read

Related News