રોજ અડધી ચમચી આ બીજ ખાઈ લેશો તો, સેક્સુઅલ પાવર વધારવાથી લઈ થાઈરોઈડ, એનિમિયાની સમસ્યા થશે દૂર

રોજ અડધી ચમચી આ બીજ ખાઈ લેશો તો, સેક્સુઅલ પાવર વધારવાથી લઈ થાઈરોઈડ, એનિમિયાની સમસ્યા થશે દૂર

આ સુપરફૂડ છે હલીમ સીડ્સ એટલે કે અસાલિયાના બીજ. આમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ, વિટામિન એ, સી, ઈ, પ્રોટીન, આયર્ન, ફોલિક એસિડ અને ફાયબર હોય છે. ચાલો જાણીએઆના ફાયદા અને તેને ખાવાની રીત.

આ બીજની તાસીર થોડી ગરમ હોય છે. જેથી ઉનાળામાં તેને ખાતી વખતે ખાસ ધ્યાન રાખવું. તમે રોજ 1/4 ચમચી હલીમ સીડ્સ રાતે પાણીમાં પલાળી સવારે તેમાં લીંબુનો રસ અને મધ મિક્સ કરીને આ ડ્રિંક પી શકો છો. તમે આ ડ્રિંક સાંજે પણ પી શકો છો. પણ ધ્યાન રાખવું જ્યારે પણ આ સીડ્સનો ઉપયોગ કરો તેને 5-6 કલાક પાણીમાં પલાળી દેવા. તેને ડાયટમાં સામેલ કરવાથી વજનને કંટ્રોલમાં રાખવામાં પણ મદદ કરે છે. સાથે જ તે રોગો સામે લડવાની તાકાત વધારે છે અને તેમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો પણ હોય છે.

જે મહિલાઓને પીસીઓડીની સમસ્યા હોય, હોર્મોનલ પ્રોબ્લેમ હોય તેમના માટે પણ આ સીડ્સ ખૂબ જ લાભકારી છે. સાથે જ આ સીડ્સ ખાવાથી સેક્સ પાવર પણ વધે છે અને ફર્ટિલિટીમાં પણ વધારો છે. આ મહિલા અને પુરૂષો બંનેને ફાયદો આપે છે.

હલીમ સીડ્સ મૂડ સારો કરે છે. બ્રેનમાં ઓક્સીજન વધારે છે, ફોલિક અને ફાયબરથી ભરપૂર આ સીડ્સ વેટ લોસ ડ્રિંક્સ જેમ કે કોકોનટ વોટર અને મિલ્ક, લો કેલરી ડિશેઝમાં પણ સામેલ કરવાની સલાહ આપી.

હલીમ સીડ્સના ફાયદા

હલીમ સીડ્સમાં કેલ્શિયમ, વિટામિન એ, સી, ઈ, પ્રોટીન, ફોલિક એસિડ અને ફાયબર જેવા પોષક તત્વો હોય છે. તેમાં રહેલું પ્રોટીન પેટ ભરેલું રાખે છે અને હંગર હોર્મોનને કંટ્રોલ કરે છે. જેથી તમે ઓવરઈટિંગથી બચી શકો છો.

તેમાં રહેલું પ્રોટીન વજન ઘટાડવામાં મદદ કરે છે. જો તમે સલાડમાં હલીમ સીડ્સને સામેલ કરો તો તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે. તેમાં રહેલું ફાયબર પચાવવામાં સમય લાગે છે જેથી તે લાંબા સમય સુધી પેટમાં રહે છે અને અન્ય ફેટવાળા ખોરાકથી દૂર રહેવામાં મદદ કરે છે.

ડ્રિંક્સ અને ડિશેઝમાં કરો સામેલ

હલીમ સીડ્સમાં ફેટ નહિવત્ હોય છે. જેથી તમે તેને તમારી વેટલોસ ડાયટમાં સામેલ કરી શકો છો. આ સુપર હેલ્ધી દેશી બીજનું નિયમિત રીતે ડ્રિંક્સ અને ડિશેઝમાં સામેલ કરવાથી તમે જલ્દી વજન ઘટાડી શકો છો.

અન્ય ફાયદા

હલીમ સીડ્સને ડાયટમાં સામેલ કરવાથી સ્કિન હેલ્ધી રહે છે, એનિમિયાના દર્દીઓ માટે પણ આ સીડ્સ બેસ્ટ છે. તેનાથી હિમોગ્લોબિન વધે છે. કફ, વિટામિન સી ડેફિસિયન્સી, કબજિયાત, વોટર રીટેન્શનસ, ઈમ્યૂનિટી વધારવા માટે પણ તે ખૂબ જ ફાયદાકારક છે. તે કેન્સર સામે રક્ષણ કરે છે, પીરિયડ્સને રેગ્યુલર રાખે છે, મેમરી પાવર વધારે છે.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow