રાજકોટ વિશ્વમાં 10 લાખમાંથી એકને થતી લિવરની બીમારી

રાજકોટ વિશ્વમાં 10 લાખમાંથી એકને થતી લિવરની બીમારી

રાજકોટ જિલ્લાના જસદણના આટકોટ સ્થિત કે.ડી. પરવાડીયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક બાળકને વિશ્વના 10 લાખમાંથી કોઈ એક બાળકને થતી અત્યંત દુર્લભ એવી ક્રીગલર-નાઝર-સિંડ્રોમ નામની લિવરની બીમારી લાગુ પડી હતી. 8 માસ સુધી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ, આ બાળકને હોસ્પિટલના તબીબોની સઘન સારવાર અને દેખરેખ હેઠળ સ્વસ્થ કરવામાં આવ્યું છે. હવે આ બાળકનું મુંબઈની રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ દ્વારા લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.

ડો. રાધિકા નંદાણીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં એક નવજાત શિશુ કમળાની ગંભીર બીમારી સાથે દાખલ થયું હતું. બાળરોગ નિષ્ણાત ડો. રાધિકા નંદાણીએ વિગતો આપતા જણાવ્યું કે, એક મહિનાના બાળકને વારંવાર કમળો થતો હતો. બાળકના ઊંડાણપૂર્વકના ઇન્વેસ્ટિગેશન કરાવતા તેને અત્યંત દુર્લભ બીમારી ક્રીગલર-નાઝર-સિંડ્રોમ હોવાનું નિદાન થયું. આ બીમારી વિશ્વમાં 10 લાખમાંથી એક બાળકને થાય છે અને ભારતમાં આવા કેસો ભાગ્યે જ જોવા મળે છે. આ બીમારીમાં બિલિરૂબિન નામનો પદાર્થ શરીરમાંથી બહાર નીકળી શકતો નથી, અને તેની વધુ માત્રા થવાથી બાળકના માનસિક વિકાસ પર ગંભીર અસર થાય છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow