Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
health care tips

ભૂલથી પણ આવી બેદરકારી ના રાખતા નહીં તો શરીરમાં વધી શકે છે હાર્ટ એટેકનું જોખમ, જુઓ બચવાના ઉપાય

Gujaratnow3 min read
ભૂલથી પણ આવી બેદરકારી ના રાખતા નહીં તો શરીરમાં વધી શકે છે હાર્ટ એટેકનું જોખમ, જુઓ બચવાના ઉપાય

ઘણી એવી વસ્તુઓ છે જે હાર્ટ એટેકના ખતરાને વધારી દે છે જેમાં પેરિયોડોંટાઈટિસ પણ શામેલ છે. પેરિયોડોંટાઈટિસ દાંતના પેઢા સાથે જોડાયેલી સમસ્યા છે. પેરિયોડોંટાઈટિસ ખૂબ જ સામાન્ય સ્થિતિ છે.

પેરિયોડોંટાઈટિસ થવા પર પેઢામાંથી લોહી નીકળે છે, સોજો આવવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત પેરિયોડોંટાઈટિસના કારણે સ્ટ્રોકસ, હાર્ટ એટેક, ઓક કાર્ડિયોવસ્કુલર ડિઝીઝનો ખતરો પણ ખૂબ વધી જાય છે.

શું છે પેરિયોડોંટાઈટિસ?
પેરિયોડોંટાઈટિસને ગમ ડિઝીઝ પણ કહેવાય છે. આ દાંતમાં થતા ખતરનાક ઈન્ફેક્શન છે જે પેઢાના શોફ્ટ ટિશ્યુને ડેમેજ કરે છે અને સમય પર સારવાર ન કરવા પર દાંતોને સપોર્ટ કરનાર હાડકાને બર્બાદ કરી શકે છે. પેરિયોડોંટાઈટિસ થવા પર દાંત ખૂબ જ ઢીલા થવા લાગે છે અને તૂટવા પણ લાગે છે.

પેરિયોડોંટાઈટિસ એક સામાન્ય સમસ્યા છે પરંતુ તેને રોકી શકાય છે. પેરિયોડોંટાઈટિસની સમસ્યા થવાનું એક મોટુ કારણ ખરાબ ઓરલ હેલ્થ છે. આ સમસ્યાથી છુટકારો મેળવવો ખૂબ જ જરૂરી છે. તમે દિવસમાં 2 વખત બ્રશ કરો, દાંત અને જીભને સાફ કરો અને રેગ્યુલર દાંતોની તપાસ કરાવો.

પેઢાની સમસ્યા અને હાર્ટ પ્રોબ્લેમ વચ્ચે સંબંધ
એક્સપર્ટ અનુસાર આપણા મોઢામાં ઘણા પ્રકારના બેક્ટેરિયા રહેલા હોય છે. જો તમે ઓરલ હાઈજીનનો ખ્લા નહીં રાખો તો આ બેક્ટેરિયા એક્ટિવ થઈ જાય છે અને તમારા શરીર પર ખરાબ અસર કરે છે. મોઢામાં સ્ટ્રેપ્ટોકોકસ નામના બેકેટેરિયા હોય છે જે હાર્ટના વોલ્વ પર અસર કરે છે. તેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોક આવવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

ડૉ. કલીમે એ પણ જણાવ્યું કે ઓરલ હાઈજીનના કારણે હાર્ટ હેલ્થ પર અસર પડે છે જો તમે ઓરલ હાઈજીનનો યોગ્ય રીતે ખ્યાલ ન રાખો તો તેનાથી તમારો વાલ્વ ખરાબ થઈ શકે છે અને તમને હાર્ટ ફેલિયરની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે.

હાર્ટ ડિઝીઝથી બચવા માટે ઓરલ હેલ્થનું આ રીતે રાખો ધ્યાન
એક્સપર્ટ્સ અનુસાર ઓરલ હેલ્થનો ખ્યાલ રાખવા માટે જરૂરી છે કે તમે દરરોજ ભોજન કર્યા બાદ બ્રશ કરો અને તેની સાથે જ કોઈ પણ એન્ટિસેપ્ટિકથી કોગળા કરો. તેની સાથે જ જરૂરી છે કે તમે તમાકુનું સેવન ન કરો. ભોજન કર્યા બાદ ગરમ પાણીથી કોગળા કરો. ભોજન કર્યા બાદ મોઢાની સફાઈ ન થવા પર બેક્ટેરિયા એક્ટિવ થઈ જાય છે અને તમારી હેલ્થને પ્રભાવિત કરવાનું શરૂ કરી દે છે.

હાર્ટ એટેકના ખતરાને આ રીતે કરો ઓછો
હેલ્થ એક્સપર્ટ અનુસાર મોટાભાગના લોકો પીરિયોડોટાઈટિસની સમસ્યાને ખૂબ જ હલ્કામાં લે છે અને પોતાનું ધ્યાન નથી રાખી શકતા પરંતુ આ સમસ્યાથી છુટકારો મેળવવા જરૂરી છે કે તમે સ્મોકિંગ ન કરો અને પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહો જેથી પેઢામાં થતા સોજાને ઓછો કરી શકાય અને બ્લડનો ફ્લો યોગ્ય રીતે થઈ જાય જેથી ઓરલ અને ઓવરઓલ હેલ્થમાં સુધાર થઈ શકે.

Gujaratnow3 min read

Related News