Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
✨ Gujarat

અલંગમાં HKCની સવલતો છતા E.U.ની માન્યતા નહીં

Gujaratnow1 min read
અલંગમાં HKCની સવલતો છતા E.U.ની માન્યતા નહીં

અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડ ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરે આવશ્યક્ હોંગકોંગ કન્વેન્શન (એચકેસી) મુજબની સવલતો મોટાભાગના પ્લોટમાં ઉપલબ્ધ છે, છતા યુરોપીયન યુનિયન (ઇ.યુ.) માન્યતા આપવા માટે વિલંબ કરી રહ્યુ છે.

સમયાંતરે શિપ બ્રેકિંગની પધ્ધતિઓમાં પર્યાવરણ અને સુરક્ષાને ધ્યાનમાં રાખી અને તબદીલીઓ કરવામાં આવી રહી છે. શિપબ્રેકિંગ ક્ષેત્રે હોંગકોંગ કન્વેન્શનની ભલામણો મુજબની સવલતો અલંગમાં મોટાભાગના શિપ બ્રેકિંગ પ્લોટમાં મોજુદ છે. કરોડો રૂપિયાના ખર્ચે પ્લોટ અપગ્રેડ કરાવવામાં આવ્યા છે.

યુરોપીયન યુનિયન દ્વારા તૂર્કિના અલિયાગા શિપબ્રેકિંગ યાર્ડને માન્યતા આપવામાં આવેલી છે, ત્યાં પણ બીચિંગ પધ્ધતિથી જ શિપબ્રેકિંગ થાય છે, અને ત્યાંની સવલતો, નિયમો, પર્યાવરણની જાળવણી અલંગની સરખામણીએ ઉતરતી કક્ષાની છે. અન્ય જહાજોની સરખામણીએ ઇ.યુ. દ્વારા ફાળવવામાં આવતા જહાજોના ભાવ સસ્તા હોય છે.

​​​​​​​અલંગમાં ઇ.યુ.ની માન્યતા માટે લાંબા સમયથી રાહ જોવડાવવામાં આવી રહી છે, પરંતુ નધણીયાત હાલતમાં ગરકાવ અલંગના શિપબ્રેકિંગ ઉદ્યોગને ઇ.યુ.ની માન્યતા મળવાની કાગડોળે રાહ છે. ઇ.યુ. દ્વારા ટ્રોમા સેન્ટર, જોખમી કચરાના સંચાલનનું અપગ્રેડેશન જેવી બાબતોને આગળ ધરવામાં આવી છે. આ તમામ બાબતો સંબંધિત સરકારો દ્વારા પરિપૂર્ણ કરવાની રહે છે, પરંતુ હજુ સુધી પૂર્તતા કરવામાં આવી નહીં હોવાથી ઇ.યુ. દ્વારા માન્યતા આપવામાં વિલંબ સર્જાય રહ્યો છે.

Gujaratnow1 min read

Related News