જેકલિને કોસ્મેટિક સર્જરી કરાવી છે?

જેકલિને કોસ્મેટિક સર્જરી કરાવી છે?

બોલિવૂડ સ્ટાર જેકલિન ફર્નાન્ડિઝની સુંદરતા પર ચાહકો ફિદા હોય છે. જેકલિને મોડલિંગથી કરિયરની શરૂઆત કરી હતી. 2006માં જેકલિન મિસ શ્રીલંકા પણ રહી ચૂકી હતી. હાલમાં જ જેકલિનનો મિસ શ્રીલંકા સ્પર્ધા સમયનો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોને કારણે જેકલિનને ટ્રોલ કરવામાં આવી છે.

જેકલિનનો વીડિયો વાઇરલ થયો
મિસ યુનિવર્સ શ્રીલંકા સ્પર્ધાના સવાલ-જવાબમાં જેકલિનને કોસ્મેટિક સર્જરી અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. જેકલિને જે જવાબ આપ્યો તેને કારણે યુઝર્સે તેને ટ્રોલ કરી હતી અને તેને ખોટી કહી દીધી હતી.

જેકલિને શું જવાબ આપ્યો?
જેકલિને જવાબ આપ્યો હતો, 'મારું માનવું છે કે કોસ્મેટિક સર્જરી એક અનફેર એડવાન્ટેજ છે, કારણ કે મને આ બ્યૂટી સ્પર્ધાની વિરુદ્ધમાં લાગે છે. મહિલાઓની નેચરલ બ્યૂટીને આપણે સેલિબ્રેટ કરવી જોઈએ. એ વાત પણ મહત્ત્વની છે કે આ સર્જરીનો ખર્ચ કોણ ઉઠાવી શકે છે અને કોણ ઉઠાવી શકતું નથી. બ્યૂટી સ્પર્ધાનો અર્થ આ નથી.'

યુઝર્સે ટ્રોલ કરી
જેકલિનનો આ વીડિયો વાઇરલ થયો હતો અને યુઝર્સે રિએક્શન આપ્યા હતા. કેટલાક યુઝર્સે જેકલિનને સપોર્ટ કર્યો હતો, પરંતુ મોટાભાગના યુઝર્સે જેકલિનનો વિરોધ કરીને મજાક ઉડાવી હતી. એક યુઝરે કહ્યું હતું, 'હાહાહા...જુઓ તો આ કોણ બોલી રહ્યું છે?' અન્ય એકે કમેન્ટ કરી હતી, 'હવે આ કેટલી અલગ દેખાય છે.' અન્ય એકે કહ્યું હતું, 'આને ઓળખતા જ મને સમય લાગ્યો.'

જેકલિન મની લોન્ડરિંગ કેસને કારણે ચર્ચામાં આવી
જેકલિનની વાત કરીએ તો તે હાલમાં મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથેના સંબંધોને કારણે ચર્ચામાં છે. સુકેશને કારણે જેકલિન પર મની લોન્ડરિંગનો કેસ ચાલી રહ્યો છે. જેકલિને સુકેશ પાસેથી કરોડોની ગિફ્ટ્સ લીધી હોવાનો આક્ષેપ છે અને બંને રિલેશનશિપ પણ હતા.

કોણ છે જેકલિન?
જેકલિનનો જન્મ બહરીનમાં થયો છે. તે એક્ટર તથા મોડલ છે. તેણે કરિયરની શરૂઆત ટીવી રિપોર્ટર તરીકે કરી હતી. 2006માં તે મિસ યુનિવર્સ શ્રીલંકા બની હતી અને એ જ દિવસે મિસ યુનિવર્સ સ્પર્ધામાં શ્રીલંકાને રિપ્રેઝન્ટ કર્યો હતો. જેકલિન ફર્નાન્ડિઝે 2009માં ફિલ્મ 'અલાદીન'થી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. સુજોય ઘોષના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં રિતેશ દેશમુખ, અમિતાભ બચ્ચન તથા સંજય દત્ત પણ હતા. જેકલિન મૂળ શ્રીલંકાની છે. તે 12 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. તેણે ફિલ્મ 'જુડવા 2', 'હાઉસફુલ 2', 'બાગી 2' તથા 'મિસિસ સિરિયલ કિલર' જેવી ફિલ્મમાં કામ કર્યું છે. જેકલિનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે 'રામસેતુ'માં જોવા મળી હતી. હવે તે રોહિત શેટ્ટીની ફિલ્મ 'સર્કસ'માં રણવીર સિંહ સાથે જોવા મળશે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow