89 વર્ષીય ધર્મેન્દ્ર હોસ્પિટલમાં દાખલ

89 વર્ષીય ધર્મેન્દ્ર હોસ્પિટલમાં દાખલ

બોલિવૂડના પીઢ એક્ટર ધર્મેન્દ્રને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક્ટરના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચારથી તેમના ચાહકો અને ફિલ્મ જગતમાં વ્યાપક ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જોકે, તેમના નજીકના પારિવારિક સૂત્રોએ સૌને ખાતરી આપી છે કે ચિંતા કરવા જેવી ગંભીર વાત નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ધર્મેન્દ્રને માત્ર નિયમિત તપાસ અને વય-સંબંધિત સ્વાસ્થ્યની કાળજી માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.

89 વર્ષીય ધર્મેન્દ્ર ફિલ્મ ઉદ્યોગમાં હજુ પણ સક્રિય રહેલા સૌથી વૃદ્ધ એક્ટર છે. તેઓ છેલ્લે 2024માં આવેલી ફિલ્મ 'તેરી બાતોં મેં ઐસા ઉલજા જિયા'માં જોવા મળ્યા હતા. આ પહેલા તે 2023 માં આવેલી ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' માં પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળી ચૂક્યા છે. આગામી દિવસોમાં ફિલ્મ 'ઇક્કિસ'માં ધર્મેન્દ્ર સૌથી નાની વયના પરમવીર ચક્ર વિજેતા સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલના પિતાની ભૂમિકા ભજવી રહ્યા છે.

ધર્મેન્દ્ર આ ઉંમરે પણ ખૂબ જ એક્ટિવ રહે છે, તે સોશિયલ મીડિયા દ્વારા અવારનવાર ફેન્સ સાથે વાતચીત કરે છે. થોડા દિવસો પહેલાં, એક વીડિયો પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં, ધર્મેન્દ્ર પલંગ પર સૂઈ રહ્યા હતા અને એક પગને બેલ્ટથી બાંધીને હલાવી રહ્યા હતા. ફિઝિયોથેરાપીના વીડિયો સાથે, તેમણે લખ્યું, મિત્રો, તમારી પ્રાર્થના અને આશીર્વાદથી, હું ફિટ અને ફાઇન રહેવા માટે સખત મહેનત કરી રહ્યો છું. યોગ, કસરત અને હવે ફિઝીયોથેરાપી. હું મારા ફિઝિયોથેરાપિસ્ટ અમિત કોહલીનો આભારી છું. તમને બધાને પ્રેમ છે, કાળજી રાખજો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow