સચેત-પરંપરાની મ્યુઝિકલ નાઇટમાં રાજકોટિયન્સ ઝૂમ્યા
રાજકોટ મહાનગરપાલિકાના 52મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 'સચેત પરંપરા' ની બોલીવુડ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટના રહેવાસીઓનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. સચેત પરંપરાના કાર્યક્રમને સાંભળવા માટે 20 હજારથી વધુ રાજકોટવાસીઓ ઉમટી પડ્યા હતા. આના પરથી સાબિત થાય છે કે, રાજકોટની જનતા રંગીલી છે અને સાંસ્કૃતિક પ્રેમી છે અને તે સંગીતને કેટલો પ્રેમ કરે છે.
સુરેન્દ્રસિંહ વાળાએ વધુમાં જણાવ્યું હતું કે, બોલીવુડ નાઈટમાં સચેત પરંપરાની પસંદગીનું મુખ્ય કારણ એ છે કે, તેઓ ભક્તિમય ગીતોની સાથે બોલીવુડના ગીતો ગાયા. આ સિંગર્સ યુવાનોથી લઈને વૃદ્ધો સુધી, તમામ વયના લોકોને પસંદ છે, જેના કારણે તેમનો ક્રેઝ ખૂબ વધારે છે. રાજકોટની જનતાએ આ કાર્યક્રમમાં બહોળી હાજરી આપીને તેને સફળ બનાવ્યો હતો અને મનપાનો 52મો સ્થાપના દિવસ યાદગાર બની ગયો છે. કાર્યક્રમનાં પ્રારંભ પૂર્વે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભારત બોધરા, મ્યુ કમિશનર તુષાર સુમેરા, સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર અને દંડક મનીષ રાડીયા તેમજ સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા સહિતના આવી પહોંચ્યા હતા અને તમામે અંત સુધી કાર્યક્રમને માણ્યો હતો.