શું પવન સિંહનું ધનશ્રી પર દિલ આવી ગયું?
ભોજપુરી સિંગર-એક્ટર પવન સિંહ અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્માની કેમિસ્ટ્રી એમેઝોન એમએક્સ પ્લેયરના રિયાલિટી શો રાઇઝ એન્ડ ફોલમાં ચર્ચામાં હતી. પવન સિંહ અનેક વખત ધનશ્રી સાથે ફ્લર્ટ કરતો જોવા મળ્યો હતો.
તે ધનશ્રીને ભારતીય પોશાક અને લાલ બિંદીમાં જોવા માગતો હતો, જોકે તેણે શો વચ્ચેથી જ છોડી દીધો. હવે બંને ફિનાલેમાં સામસામે આવી ગયા છે. આ દરમિયાન પવન સિંહ ધનશ્રી માટે સાડી સાથે બિંદી પણ લાવ્યો.
શોના વાઇરલ થયેલા વીડિયોમાં હોસ્ટ અશ્નીર ગ્રોવર પવન સિંહને કહે છે, ' જતાં પહેલાં તમે એક વચન આપ્યું હતું. શું તમને એ વચન યાદ છે?' પવન સિંહ જવાબ આપે છે, 'હા, સાહેબ... હું એ કેવી રીતે ભૂલી શકું?'
એટલામાં જ એક છોકરો સ્ટેજ પર ગિફ્ટ પેકેજ લઈને આવે છે અને પવન સિંહને આપે છે. પવન સિંહ ગિફ્ટ લઈને ધનશ્રી પાસે જાય છે. ધનશ્રી પવન સિંહનો આભાર માને છે. પછી પવન સિંહ કહે છે, 'એમાં એક ટીકુલી (બિંદી) છે. કૃપા કરીને એને જરૂર લગાવજો. એને ચોંટાડી દેજો.'
સાડી અને બિંદીનું આ વચન સૌપ્રથમ શોના 11મા એપિસોડ દરમિયાન જોવા મળ્યું હતું, જ્યાં પવન સિંહ ધનશ્રી અને અન્ય સ્પર્ધકો સાથે રમત વિશે ચર્ચા કરી રહ્યા હતા.
એ સમયે ધનશ્રીએ કાળા રંગના ટ્રાઉઝર અને જેકેટ પહેરેલી અને સાથે લાલ લિપસ્ટિકમાં જોવા મળી હતી. ચર્ચા દરમિયાન પવન સિંહે ધનશ્રીને કહ્યું, 'તમે આજે હોઠ પર લાલી લગાવી છેને, ડ્રેસ ભલે ગમે તે હોય, પણ ચાંદલો (બિંદી) જરૂર ચોંટાડજો.'