દિલ કે અરમા આંસુઓ મેં બહ ગયે!

દિલ કે અરમા આંસુઓ મેં બહ ગયે!

ગઈકાલે મુંબઈમાં એક યાદગાર નાઈટ રહી જ્યારે ગ્રેમી એવોર્ડ વિનર એનરિકે ઇગ્લેશિયસે 13 વર્ષ પછી ભારતમાં પર્ફોર્મ કર્યું. તેણે મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં લાઈવ પરફોર્મન્સ આપ્યું. તેના શોએ 25,000 પ્રેક્ષકો તેમજ મલાઈકા-વિદ્યા સહિત બોલિવૂડ સેલેબ્સને પણ આકર્ષ્યા હતા. જો આ બધા વચ્ચે એક કપલનો એક વીડિયો ખૂબ ચર્ચામાં આવ્યો છે.

એનરિકેના ધમાકેદાર કોન્સર્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે, જેમાં એક છોકરો ઘૂંટણિયે બેસીને ભીડ વચ્ચે તેની પ્રેમિકાને પ્રપોઝ કરતો દેખાય છે. જોકે, છોકરી પ્રપોઝલ રિજેકટ કરીને ત્યાંથી ઝડપથી ચાલી જાય છે. કથિત રીતે, આ છોકરો એક નેપો કીડ છે. જોકે, આ છોકરો કોણ છે? હાલમાં આ વાતની પુષ્ટિ થઈ નથી.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે, જેમાં ફની કોમેન્ટ્સનો વરસાદ થઈ રહ્યો છે. ઘણા લોકો આ છોકરાના પ્રપોઝલ રિજેક્શન માટે તેની મજાક ઉડાવી રહ્યા છે, તો કેટલાક લોકો તેના દિલાસો પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું- "આ વ્યક્તિ બીજી તકનો હકદાર છે." બીજાએ લખ્યું- "તેણે અપશબ્દોનો ઉપયોગ કર્યો નથી; તેણે ગરિમાથી અસ્વીકાર સ્વીકાર્યો. મને નથી લાગતું કે આમાં કંઈ ખોટું છે. આ બધું જીવનનો ભાગ છે. એક પુરુષ તરીકે, હું તેનું સમર્થન કરું છું. ઓછામાં ઓછું તેની પાસે જાહેરમાં આવું કરવાની હિંમત હતી જેથી તે તેને સરપ્રાઈઝ કરી શકે છે, પરંતુ તે નિષ્ફળ ગયો."

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow