Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
travel

રૂ.35થી 50 હજારમાં ફોરેન ફરવાની મોજ: પ્લાન બનાવતા પહેલા જોઈ લો 5 ડેસ્ટિનેશનનું લિસ્ટ

Gujaratnow2 min read
રૂ.35થી 50 હજારમાં ફોરેન ફરવાની મોજ: પ્લાન બનાવતા પહેલા જોઈ લો 5 ડેસ્ટિનેશનનું લિસ્ટ

કામ કરીને લોકો જ્યારે થાકે ત્યારે ફ્રેશ થવા માટે ફરવા જાય છે. ફરવાનો શોખ લગભગ દરેક લોકોને હોય છે અને ઘણાને વિદેશ ફરવા જવાનો શોખ હોય છે પણ બજેટના કારણે દરેક લોકો એ કરી શકતા નથી. જો તમને પણ વિદેશ ફરવા જવાનો શોખ છે પણ બજેટને કારણે તમે એ શોખ પૂરો નથી કરી શકતા તો આ સમાચાર તમારા કામના છે. આજે અમે એવા વિદેશી સ્થળો વિશે જણાવી રહ્યા છીએ જ્યાં તમે 35-50 હજારમાં આરામથી ફરવા જઈ શકો છો.

સિંગાપોરઃ જો તમે ફરવાની સાથે-સાથે શોપિંગ અને સ્વાદિષ્ટ ખોરાક ખાવાના શોખીન છો તો સિંગાપોર તમારા ફરવા માટે બેસ્ટ ઓપ્શન છે. જણાવી દઈએ કે ત્યાં યુનિવર્સલ સ્ટુડિયો ઉપરાંત સુંદર બીચ પણ  છે અને તમે 40 થી 50 હજાર રૂપિયા ખર્ચીને ત્યાં આરામથી ફરવા જઈ શકો છો.

મ્યાનમારઃ આ સ્થળની સુંદરતાના કારણે તેની ગણતરી શ્રેષ્ઠ પર્યટન સ્થળોમાં થાય છે. મ્યાનમાર ફરનારાઓમાં ભારતીયોની સંખ્યા ઘણી વધુ છે અને જો તમે પણ આ દેશની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો તમે 35 થી 45 હજાર રૂપિયામાં ત્યાં ફરવા જઈ શકો છો.

થાઈલેન્ડ : થાઈલેન્ડ માત્ર ભારતીયો માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના લોકો માટે ફરવા માટેનું બેસ્ટ અને પસંદિતા સ્થળ છે. થાઈલેન્ડના આધુનિક શહેરો અને સાંસ્કૃતિક વારસો લોકોને પોતાની તરફ ખેંચે છે. આ સાથે જ સુંદર બીચ અને નાઈટલાઈફ પણ તેની શાન છે. જણાવી દઈએ કે ત્યાં તમે 45 થી 50 હજાર રૂપિયામાં ફરવા જઈ શકો છો.

શ્રીલંકા: ભલે છેલ્લા 2 વર્ષથી આર્થિક સંકટને કારણે શ્રીલંકા ઘણા પડકારોમાંથી પસાર થયું છે પણ આ દેશ પ્રવાસીઓ પર આધારિત છે અને શ્રીલંકાની સંસ્કૃતિ, સુખદ વાતાવરણ, ખાણી-પીણી અને સુંદર લેન્ડસ્કેપ ત્યાંની શાન છે. આ સાથે તેના રેતાળ બીચ પણ લોકોને ખૂબ આકર્ષિત કરે છે. અહીં ફરવા માટે એક વ્યક્તિને 35 થી 40 હજારનો ખર્ચ થાય છે.

ઇજિપ્તઃ જો તમે ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવાના શોખીન છો, તો તમને ઇજિપ્ત એક ખૂબ સારો વિકલ્પ છે. આ દેશ તેની સંસ્કૃતિ અને ઈતિહાસ માટે ખૂબ પ્રખ્યાત છે. ઈજિપ્તની નાઇલ નદી, ભવ્ય પિરામિડ અને ઘણા પ્રાચીન મંદિરો અને મસ્જિદો જોવા મળે છે અને ત્યાં તમે લગભગ 50 હજારના બજેટમાં ફરવા જઈ શકો છો.

વિયેતનામઃ વિયેતનામ પણ ખૂબ જ સુદંર સ્થળ છે અને ફરવા માટે લોકોનું એક આકર્ષણનું કેન્દ્ર છે. ત્યાંની સુંદર નદીઓ, દરિયાકિનારા અને બૌદ્ધ મંદિરોની પસંદગી અહીં લોકોને આકર્ષે છે અને આ સિવાય આ દેશમાં ખાવાનો સારો વિકલ્પ પણ મળી રહે છે. તમે 30 થી 40 હજાર રૂપિયામાં આ દેશમાં જઈ શકો છો.

Gujaratnow2 min read

Related News