શિયાળામાં સૌથી બેસ્ટ હનીમૂનના ડેસ્ટિનેશન્સ, પાર્ટનર સાથે આ જગ્યાઓ પર જશો તો યાદગાર બની જશે પળો

શિયાળામાં સૌથી બેસ્ટ હનીમૂનના ડેસ્ટિનેશન્સ, પાર્ટનર સાથે આ જગ્યાઓ પર જશો તો યાદગાર બની જશે પળો

આ સ્થળો હનીમુન માટે છે ખૂબ બેસ્ટ

ઘણા એવા દંપત્તિઓ છે, જે લગ્ન પહેલા હનીમુન ડેસ્ટિનેશન્સ અંગે સંશોધન શરૂ કરી દે છે. પરંતુ ઘણા લોકો એવા છે, જે વધારે મૂંઝવણમાં રહે છે કે તેમને ક્યા જવાનુ છે. અમે અહીં તમને ભારતની અમુક એવી જગ્યા વિશે  જણાવવા જઇ રહ્યાં છે, જે હનીમુન માટે પરફેક્ટ હોવાની સાથે ખૂબ રોમેન્ટીક પણ છે.

ડલહોજી- જો તમારા લગ્ન શિયાળામાં થયા છે તો ડલહોજી એક પરફેક્ટ હનીમુન ડેસ્ટિનેશન છે. અહીં શિયાળામાં ઘણી વધારે બરફવર્ષા થાય છે. અહીં હાલ લાંબા-લાંબા પાઈનના ઝાડમાં જ્યારે બરફ પડે છે તો આ ખૂબ સુંદર દેખાય છે. શિયાળાના સમયમાં અહીં સ્નોફોલ પણ થાય છે. જો તમે નવેમ્બરથી લઇને ફેબ્રુઆરી મહિના દરમ્યાન અહીં ફરવા જાવ છો તો તમને ખૂબ મજા આવશે.‌

ગંગટોક- ગંગટોક ભારતના લોકપ્રિય હનીમુન ડેસ્ટિનેશન્સમાંથી એક છે. અહીં સન રાઈઝ ખૂબ સુંદર હોય છે. નાથુ લા પાસ, ત્સોંગમો લેક અહીં ફેમસ જગ્યા છે. જો શિયાળામાં લગ્ન થયા છે તો તમે હનીમુન માટે અહીં જઇ શકો છો. ઓક્ટોબરથી લઇને ડિસેમ્બર સુધીનો મહિનો અહીં જવા માટે પરફેક્ટ હોય છે.‌

કુર્ગ- અહીં તમને ઘણા બધા વૉટરફૉલ અને કૉફીના હર્યાભર્યા બગીચા જોવા મળશે. જો તમને વધુ ઠંડુ સ્થળ પસંદ નથી તો કુર્ગ તમારા માટે એક પરફેક્ટ ડેસ્ટિનેશન સાબિત થઇ શકે છે. કુર્ગને ભારતનુ સ્કોટલેન્ડ પણ કહેવામાં આવે છે. અહીંના ઉંચા પહાડ અને હર્યાભર્યા બગીચા તમારું દિલ જીતી લેશે.‌

ઊટી- ઊટી પણ ભારતના ટોપ હનીમુન ડેસ્ટિનેશનમાંથી એક છે. ઊટીમાં જોવા માટે ઘણી સુંદર જગ્યાઓ પણ છે. અહીનુ હવામાન ઘણુ સારુ રહે છે. ઓક્ટોબરથી લઇને ફેબ્રુઆરી સુધીનો મહિનો અહી જવા માટે પરફેક્ટ માનવામાં આવે છે. અહીં ઘણા લેક, વોટરફોલ અને ડેમ છે, જ્યાં તમે જઇ શકો છો.‌

દમણ અને દીવ- દમણ અને દીવ ગુજરાતમાં સ્થિત એક નાનુ આઈલેન્ડ છે. તો જો તમને શિયાળો વધારે પસંદ નથી અને તમે એક બીચ લવર છો તો અહીં હનીમુન માટે જઇ શકો છો. નવેમ્બરથી લઇને ફેબ્રુઆરી સુધીનો મહિનો અહીં ફરવા માટે પરફેક્ટ માનવામાં આવે છે. આ સાથે અહીં ફરવા માટે બીચ, કેવ્સ, મહાદેવ મંદિર અને જાલંઘર બીચ છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow