ગોવા-હિમાચલથી કંટાળી ગયા! તો હવે મહારાષ્ટ્રના આ 5 પિકનિક સ્થળોની મુલાકાત લઇ આવો, થઈ જશો ચાહક

ગોવા-હિમાચલથી કંટાળી ગયા! તો હવે મહારાષ્ટ્રના આ 5 પિકનિક સ્થળોની મુલાકાત લઇ આવો, થઈ જશો ચાહક

મહારાષ્ટ્રના આ 5 સ્થળોનો પ્રવાસ કરી આવો

મહારાષ્ટ્રને દેશના સૌથી સુંદર રાજ્યોમાંથી એક માનવામાં આવે છે. તો મહારાષ્ટ્રની રાજધાની મુંબઈનુ નામ દેશની ફેમસ ટ્રાવેલ ડેસ્ટિનેશન્સમાં સામેલ છે. મહારાષ્ટ્ર જતા મોટાભાગના લોકો મુંબઈ બાદ પુણેને વધારે એક્સપ્લોર કરવાનુ પસંદ કરે છે. પુણેમાં ફરવા માટે ઘણા સારા લોકેશન્સ છે. ખાસ કરીને નેચર લવર્સ અને એડવેન્ચર પસંદ કરનારા લોકો માટે પુણેનો પ્રવાસ બેસ્ટ હોય છે. પરંતુ પુણેની સાથે આજુબાજુની અમુક જગ્યાઓની મુલાકાત તમારા પ્રવાસમાં ચાર ચાંદ લગાવી શકે છે. તો આવો જાણીએ પુણેની પાસે સ્થિત અમુક લોકપ્રિય ટ્રાવેલ ડેસ્ટિનેશન્સના નામ, જેને એક્સપ્લોર કરીને તમે પોતાના પ્રવાસને યાદગાર બનાવી શકો છો.

કામશેટ

પુણેથી સરેરાશ 48-50 કિલોમીટરના અંતરે સ્થિત કામશેટ અહીંની સુંદર જગ્યામાંથી એક છે. હર્યાભર્યા પહાડો અને ઝરણાથી ઘેરાયેલ કામશેટ પેરાગ્લાઈડિંગ માટે ખૂબ લોકપ્રિય છે.  તો કામશેટને એક્સપ્લોર કરવા માટે ઓક્ટોબરથી મેની વચ્ચેનો સમય બેસ્ટ મનાય છે.

પાવના લેક

પાવના લેક પુણેથી 50-60 કિલોમીટરના અંતરે આવેલો છે. ઓક્ટોબરથી એપ્રિલની વચ્ચે પાવના લેકનો પ્રવાસ કરવો તમારા માટે શ્રેષ્ઠ ઑપ્શન સાબિત થઇ શકે છે. તો પુણેની પાસે સ્થિત પાવના લેક કેપિંગ માટે ઘણો લોકપ્રિય છે.

લોનાવલા અને ખંડાલા

પુણેથી 60-70 કિલોમીટરના અંતરે સ્થિત લોનાવલા અને ખંડાલાને મહારાષ્ટ્રના લોકપ્રિય હિલ સ્ટેશનોમાં ગણવામાં આવે છે. સુંદર નજારાથી ભરપૂર આ હિલ સ્ટેશનો પર ઘણા બોલીવુડ ફિલ્મોના સીન પણ જોવા મળી શકે છે. મહારાષ્ટ્રનુ લોકલ ફૂડ ચાખીને તમે તમારા પ્રવાસને એન્જોય કરી શકો છો.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow