વેકેશન સિઝનમાં જ ગુજરાતીઓની ફેવરિટ જગ્યા માટે ફ્લાઇટ શરૂ-માત્ર 55 મિનિટમાં થશે સફર, ટ્રેનમાં લાગે છે 5 કલાક

ઉદયપુર-અમદાવાદ વચ્ચે રેલ્વે લાઇન શરૂ થયા બાદ હવે એવિએશન ડિપાર્ટમેન્ટે ઉદયપુરથી અમદાવાદની ફ્લાઈટ શરૂ કરી છે. આ મુસાફરી તમે માત્ર 55 મિનિટમાં પુરી કરી શકશો. ઉદયપુર ફરવા જતા પ્રવાસીઓ માટે હવાઈ મુસાફરી માટે આ ખૂબ જ સારી સુવિધા હશે.

શું હશે ફ્લાઈટના ટાઈમિંગ?
આ ફ્લાઇટ ઉદયપુરના મહારાણા ભૂપાલ એરપોર્ટથી દરરોજ બપોરે 3:25 કલાકે ઉપડશે અને 55 મિનિટમાં 4:20 કલાકે અમદાવાદ પહોંચશે. આ જ ફ્લાઇટ અમદાવાદથી સાંજે 5:35 કલાકે ઉપડશે અને 45 મિનિટમાં ઉદયપુર પહોંચશે.
આ દેશોથી સુધા ઉદયપુર આવી શકાશે
ખાસ વાત એ છે કે આ ફ્લાઈટ શરૂ થવાથી ખાડી દેશો, કુવૈત, સાઉદી અરેબિયાથી અમદાવાદ આવતા લોકો સીધી ફ્લાઈટ દ્વારા ઉદયપુર આવી શકશે.

ટ્રેનમાં લાગે છે 5 કલાકનો સમય
તમને જણાવી દઈએ કે ઉદયપુર અમદાવાદ બ્રોડગેજ આમાન પરિવર્તન બાદ ટ્રેન 30 ઓક્ટોબરે શરૂ થઈ હતી. ટ્રેન દ્વારા અમદાવાદ પહોંચવામાં 5 કલાકનો સમય લાગે છે. ફ્લાઇટના ઊંચા ભાડાને કારણે સામાન્ય મુસાફરો માટે રેલ વધુ સારી સુવિધા છે.