Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
Breaking ⚡ News

રાજકોટમાં વિસ્ફોટકનો જથ્થો ચોરાયો

Gujaratnow1 min read
રાજકોટમાં વિસ્ફોટકનો જથ્થો ચોરાયો

પ્રધાનમંત્રીના આગમન પૂર્વે રાજકોટ શહેરમાંથી મોટી માત્રામાં જિલેટિન સ્ટિક, બ્લાસ્ટિંગ કેપ તથા બ્લાસ્ટિંગ માટે વપરાતા વાયરની ચોરી થયાની ઘટના સામે આવી છે. ગત તારીખ 6 ઓક્ટોબરના રોજ રાત્રીના સમયે શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાપાસરી ગામે રાજહંસ કંપનીમાંથી જિલેટિન સ્ટિકની ચોરી થયા અંગે ફરિયાદ નોંધાઈ છે. જો કે બે દિવસથી ચોરી કરી ચોર નાસી ગયો હોવાથી તેની શોધમાં રાજકોટ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે SOG ક્રાઇમ બ્રાન્ચ સહીત શહેર ભરની પોલીસ લાગી ગઈ છે અને શહેરભરની પોલીસમાં દોડધામ મચી જવા પામી છે.

રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લાપાસરી ગામ ખાતે રાજહંસ નામની સ્ટોન કટિંગ કંપનીમાંથી જિલેટિન સ્ટિક, બ્લાસ્ટિંગ કેપ તેમજ બ્લાસ્ટિંગ માટે વપરાતા વાયરની ચોરી થયાની ઘટના સામે આવી છે. રાજહંસ કંપનીના માલિક એભલભાઇ જલુ એ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગત તારીખ 6 ઓક્ટોબરના રોજ રાત્રીના સમયે મારી કંપનીના રૂમમાંથી તાળું તોડી કોઈ અજાણ્યો શખ્સ એક્સ્પોઝિવ (ટોટા)ની સાત પેટી કુલ (1400 થી વધુ સ્ટિક) કિંમત રૂપિયા 21,000 તથા બ્લાસ્ટિંગ કેપ 250 નંગ અને બ્લાસ્ટિંગ માટેના 1500 મીટર વાયર મળી કુલ 40,500 ના મુદ્દામાલની ચોરી થવા પામી છે. પોલીસે આઇપીસી કલમ 454, 457, 380 મુજબ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Gujaratnow1 min read

Related News