એક જ પરિવારના 5 આરોપીઓને આજીવન કેદ : પંચમહાલ સેશન્સ કોર્ટનો કડક ચુકાદો, જાણો કેસ

એક જ પરિવારના 5 આરોપીઓને આજીવન કેદ : પંચમહાલ સેશન્સ કોર્ટનો કડક ચુકાદો, જાણો કેસ

પંચમહાલમાં સેશન્સ કોર્ટે એક જ પરિવારના 5 સભ્યોને આજીવન કેદની સજા ફટકારી છે. 2020માં મીરાપુર પાસે યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. ત્યારબાદ આ મામલે તપાસ હાથ ધરતા જમીન વિવાદ મુદ્દે વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ આ કેસ ચાલી જતા હત્યા પ્રકરણ કોર્ટે એક જ  પરિવારના 3 પુરુષ અને 2 મહિલાને આજીવન કેદની આકરી રજા ફટકારી છે.

શુ હતી સમગ્ર ઘટના

2020 મીરાપુરમાં યુવાનની હત્યનો બનાવ સામે આવ્યો હતો.આ ઘટનાની વિગત અનુસાર આરોપી દલપતભાઈ ઉર્ફે ભલાભાઈ બામણીયાની જમીન જીતુંભાઈ રાવળએ લીધી હતી. ત્યારબાદ આ જમીન જીતુભાઈ રાવળ પાસેથી મૃતક ભરતભાઈ હાજાભાઈ ચારણએ લીધી હતી. આ જમીન જોવા માટે ભરતભાઈ હાજાભાઈ ચારણા 5 જૂન 2020 ના રોજ મીરાપુર ગામે ગયા હતા. જ્યા આરોપીઓ એકસંપ થઈ ઝઘડો કર્યો હતો. તેમજ ધમકી આપી કહ્યું કે, અમે આ જમીન કોઈને વેચી નથી તો તમે શું કામ આવ્યા છો તેમ કહી બોલાચાલી તેમજ ગાળો બોલી ઝઘડો કર્યો હતો.

ત્યારબાદ મારી નાખવાની ધમકી આપી હતી. ફરીયાદી તથા ભરતભાઇ ચારણ  સાથે ઝપાઝપી કરી તેમજ આરોપી દલપત તથા તમામ આરોપીઓએ ભેગા થઈ અને ભરતભાઈ ચારણની હત્યા નિપજાવી હતી. ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જેમાં આ મામલે ભારતીય દંડ સંહીતાની કલમ – 143, 147, 148, 149,302, 307, 504, 506(2)  અંગેની શહેરા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાઇ હતી.દલપતભાઈ ઉર્ફે ભલાભાઈ બામણીયા તથા તેઓના આખા પરીવારજનોએ ગુનામાં સાથ આપ્યો હતો. જેને લઈ દલપતભાઈ ઉર્ફે ભલાભાઈ વેચાતભાઈ બામણીયા તથા તેઓના આખા પરીવારને આજીવન કારાવાસની સખત કેદની સજા કરતો હુકમ કરેલ છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow