43 વર્ષ બાદ ફરી મોરબી ધ્રુજી ઉઠ્યું

43 વર્ષ બાદ ફરી મોરબી ધ્રુજી ઉઠ્યું

મયંક દેવમુરારી ( મોરબી )

મોરબીમાં ઝૂલતા પુલ પર સર્જાયેલી દુર્ઘટનાને પગલે મોરબી સિવિલ હોસ્પિટલે લોકોનાં ટોળે ટોળાં ઉમટ્યાં છે. અંદર અત્યારે હાલ ખૌફનાક નજારો જોવા મળી રહ્યો છે. ક્યાંક મૃતદેહોની લાઈનો લાગી રહી છે, તો ક્યાંક ઈજાગ્રસ્તો કણસી રહ્યા છે.

એક પછી એક વારાફરતી એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને મોરબી સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી રહ્યાં છે. ઈજાગ્રસ્તો અને તેમના પરિવારજનોથી આખી હોસ્પિટલ ઉભરાઈ રહી છે. ત્યારે મોરબી સિવિલ હોસ્પિટલનો તમામ સ્ટાફ દર્દીઓની સારવાર માટે લાગી ગયો છે. મોરબીમાં દિવાળીની રજાઓમાં ઝૂલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હતા. ત્યારે આજે પણ લોકોની ભીડ જામતા મોડી સાંજે આ પુલ બે ભાગમાં કટકા થઈને તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકો નીચે પટકાયા હતા. જેમાં 60 બૉડી કાઢ્યાનો કાન્તિ અમૃતિયાએ દાવો કર્યો છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલથી 5 ડોક્ટર અને 25 નર્સિંગનો સ્ટાફ મોરબી જવા રવાના થયો છે. કચ્છથી અને રાજકોટથી તરવૈયા અને રાજકોટથી 7 ફાયર બ્રિગેડની અને 1 SDRFની ટીમો રવાના થઇ છે. જ્યારે ગાંધીનગરથી બે NDRFની ટીમ રવાના કરાઇ છે. કંન્ટ્રોલરૂમ અને હેલ્પ લાઇન નંબર 02822 243300 જાહેર કરવામાં આવ્યો​​​​​ છે. કેન્દ્ર સરકારે મૃતકોના પરિવાજનોને 2-2 લાખની સહાય અને ઇજાગ્રસ્તોને 50-50 હજારની સહાય જાહેર કરી છે. જ્યારે સારવાર માટે રાજકોટમાં ઇજાગ્રસ્તોની સારવાર માટે અલગ વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow