રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં દિવાળીના પર્વે જ ખૂની ખેલ ખેલાયો, જુઓ વિડિઓ

રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં દિવાળીના પર્વે જ ખૂની ખેલ ખેલાયો, જુઓ વિડિઓ

રાજકોટના મોરબી રોડ પર સેટેલાઇટ ચોક પાસે દિવાળીના પર્વે જ ખૂની ખેલ ખેલાયો છે. જેમાં જૂથ અથડામણમાં ઘટના સ્થળે જ એકની ઢીમ ઢાળી દેવામાં આવ્યું છે. જેમાં 6 વ્યક્તિને ઇજા થઇ છે. જ્યારે એકને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.

આ ઘટનામાં હાલ જે ઇજાગ્રસ્ત સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. તેની વિગત મુજબ મહેશ પાંચા સરાવડા(ઉ.વ.40) (રહે. મોરબી રોડ સેટેલાઇટ ચોક) આજે મોરબી રોડ જકાતનાકા પાસે જય જવાન જયકીશાન મેઈન રોડ, જમના પાર્ક શેરી નં.10 પાસે હતા ત્યારે બે શખ્સોએ આવી છરી વડે હુમલો કરતા માથામાં અને શરીરના અન્ય ભાગે ઇજા થતાં હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બીજો બે વ્યક્તિ ગંભીર રીતે ઘવાતા ગોકુલ હોસ્પિટલમાં દાખલ કરેલ છે.

0:00
/

અન્ય ઇજાગ્રસ્તોમાં વલ્લભ જસમત રૈયાણી (ઉ.વ.52),વિકાસ લખમણ (ઉ.વ.19), સુધમ મધુભાઈ (ઉ.વ.30), અર્જુન સુનિલ લાઠીગ્રા (ઉ.વ.26) (રહે. સેટેલાઇટ ચોક મધુવન સ્કૂલ પાસે)ને ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. ઘટનાને પગલે બી.ડિવિઝન પોલીસનો સ્ટાફ અને ઉચ્ચ અધિકારીઓ પણ દોડી ગયા છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow