Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
🎞 Entertainment

ધનશ્રી સાથે ઠૂમકા, કમરમાં હાથ નાખેલો ફોટો!

Gujaratnow2 min read
ધનશ્રી સાથે ઠૂમકા, કમરમાં હાથ નાખેલો ફોટો!

રિયાલિટી શો 'રાઇઝ એન્ડ ફૉલ' આવતીકાલે સમાપ્ત થવા જઈ રહ્યો છે. આ દરમિયાન સ્ટાર્સે શોના ફિનાલેમાં રંગ જમાવવાની પૂરી તૈયારી કરી લીધી છે. ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહ પણ ગ્રાન્ડ ફિનાલેમાં જોરદાર પર્ફોર્મન્સ આપીને લોકોને મજા કરાવી દેશે, જેનો અંદાજ લેટેસ્ટ પ્રોમો પરથી લગાવી શકાય છે.

ચહલની પૂર્વ પત્ની સાથે પવન સિંહના ઠૂમકા 'રાઇઝ એન્ડ ફૉલ'ના પ્રોમોમાં પવન સિંહ સંપૂર્ણ મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યા છે. ફિનાલેમાં ભોજપુરીના સુપરસ્ટારે ધનશ્રી વર્મા અને આકૃતિ સાથે આઈટમ ડાન્સ કર્યો. પ્રોમોમાં ધનશ્રી વર્મા અને આકૃતિ જોરદાર ઠૂમકા લગાવતી નજરે પડી રહી છે, જ્યારે પવન સિંહ બંનેની કમરમાં હાથ નાખીને ડાન્સ સ્ટેપ કરે છે. ધનશ્રી વર્મા અને આકૃતિની આ અદાએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. પવન સિંહના ફેન્સ તો ધનશ્રી વર્મા અને આકૃતિ સાથેની તેમની જુગલબંધી જોઈને જ ફિદા થઈ ગયા છે.

રાઇઝ એન્ડ ફૉલ'ના નવા પ્રોમો ઉપરાંત પવન સિંહ તેના છૂટાછેડાના સમાચારોને કારણે પણ હેડલાઇન્સમાં બનેલા છે. તાજેતરમાં જ પવન સિંહની પત્ની જ્યોતિનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં જ્યોતિ પવન સિંહના ઘરમાં હોબાળો મચાવતી જોવા મળી હતી. આ વીડિયો વાઈરલ થયા પછી પવન સિંહને સ્પષ્ટતા પણ કરવી પડી હતી. હવે કહેવામાં આવી રહ્યું છે કે પવન સિંહની પત્ની ચૂંટણી લડવાની ફિરાકમાં છે.

ધનશ્રી-અરબાઝનો સરપ્રાઇઝ ડાન્સ 'રાઇઝ એન્ડ ફૉલ'નો ગ્રાન્ડ ફિનાલે 17 ઓક્ટોબરે એટલે આવતીકાલે છે. ગ્રાન્ડ ફિનાલે પર શોના કન્ટેસ્ટન્ટ્સ પોતાના પર્ફોર્મન્સથી ધૂમ મચાવતા દેખાશે. પવન સિંહના ડાન્સ ઉપરાંત ધનશ્રી વર્મા નિક્કી તંબોલીના બોયફ્રેન્ડ અરબાઝ પટેલ સાથે પણ રોમેન્ટિક ડાન્સ કરતી જોવા મળે છે. શોના ફિનાલે પર ધનશ્રી અને અરબાઝ 'સૂટ પટિયાલા' ગીત પર જબરદસ્ત ડાન્સ કરતા જોવા મળ્યાં. લાલ આઉટફિટમાં ધનશ્રી 'લાલ પરી' લાગી રહી હતી. ધનશ્રી અને અરબાઝને સાથે ડાન્સ કરતાં જોવા એ બધા માટે આશ્ચર્યજનક હતું, કારણ કે શો જોનારાઓને ખબર છે કે અરબાઝને ડાન્સ આવડતો નથી. રેડ આઉટફિટ

Gujaratnow2 min read

Related News