રાજ કપૂરની એક ચિઠ્ઠીથી અલ્કા યાજ્ઞિક સિંગર બની

બોલિવુડ સિંગર અલ્કા યાજ્ઞિકનાં નામે એક વિશેષ રેકોર્ડ નોંધાયો છે. આ રેકોર્ડનાં કારણે ‘ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’માં તેઓને સ્થાન મળ્યું.

જો કે, 90ના દાયકાની પોપ્યુલર સિંગર રહી ચૂકેલી અલ્કા ગયા વર્ષે યૂટ્યુબ પર સૌથી વધુ સ્ટ્રીમ થયેલી સેલેબ્રિટી બની એટલે કે વર્લ્ડવાઈડ સૌથી વધુ સાંભળવામાં આવતી કલાકાર બની.

તેઓએ આ રેકોર્ડ BTS, ટેયલર સ્વિફ્ટ, બ્લેકપિંક જેવા ઈન્ટરનેશનલ કલાકારોને પછાડીને હાંસલ કર્યો છે. ‘ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ મુજબ ગયા વર્ષે યૂટ્યુબ પર તેઓને અંદાજે 15.3 બિલિયન વાર સ્ટ્રીમ કરવામાં આવ્યા હતા. વર્ષ 2020-2021માં તેમના ચાહકોએ ‘એક દીન આપ કો’ 16.6 બિલિયન વાર સ્ટ્રીમ કર્યું હતું.

6 વર્ષની હતી ત્યારથી આકાશવાણી માટે ગાવાનું શરુ કર્યું હતું
અલ્કાનો જન્મ 20 માર્ચ, 1966માં કોલકાતાનાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. તેની માતા શુભા ક્લાસિકલ સિંગર હતી. અલ્કાએ 6 વર્ષની ઉંમરમાં જ ગીત ગાવાનું શરુ કરી દીધુ હતું. નાની ઉંમરમાં જ તે કોલકાતા આકાશવાણી માટે ભજન ગાવા લાગી હતી.

જ્યારે 10 વર્ષની થઈ તો તેની માતા તેને મુંબઈ લઈને આવી પણ અહી તેને એવું કહેવામાં આવ્યું કે, તેઓએ પોતાના અવાજમાં મેચ્યોરીટી આવે તેની રાહ જોવી પડશે. તેમની માતાએ તો પણ હાર ન માની.

ત્યારબાદ કોલકાતામાં જ એક ડિસ્ટ્રિબ્યૂટરે અલ્કાની રાજ કપૂર સાથે મુલાકાત કરાવી. રાજ કપૂરે તેને સાંભળ્યા પછી એક ચિઠ્ઠી સાથે મ્યૂઝિક ડાયરેક્ટર લક્ષ્મીકાંત પ્યારેલાલની પાસે મોકલ્યા હતા. લક્ષ્મીકાંતે અલ્કાની માતાને તેની પુત્રી માટે બે વિકલ્પ આપ્યા હતા - ડબિંગ આર્ટીસ્ટ કે સંગીતકાર. શુભાએ બીજો વિકલ્પ પસંદ કર્યો.

ચાર દાયકાથી બોલિવુડ માટે ગીતો ગાઈ રહી છે
અલ્કાનું પહેલું ગીત વર્ષ 1980માં ફિલ્મ ‘પાયલની ઝણકાર’ માટે હતું. તે પછીનાં વર્ષે ફિલ્મ ‘લાવારિસ’માં ‘મેરે અંગને મે’ ગીત ગાયુ હતું. વર્ષ 1982માં ફિલ્મ ‘હમારી બહૂ અલ્કા’માં તેમનું ગીત આવ્યું હતું પણ તેમની કારકિર્દીને સૌથી મોટો બ્રેક ફિલ્મ ‘તેઝાબ’થી મળ્યો હતો.

આ ફિલ્મનું ગીત ‘એક-દો-તીન’ સુપરહિટ રહ્યું હતું. અલ્કાએ આ ગીત વિશે જણાવતા કહ્યું હતું કે, જે દિવસે તેઓએ આ ગીત શૂટ કર્યું હતું તે દિવસે તેમને હાઈ ફીવર હતું. આ ગીત માટે તેઓએ પ્લેબેક સિંગિંગનો ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધીમાં અલ્કાએ આ ક્ષેત્રમાં અનેક આયામ હાંસલ કર્યા.

ચાર દાયકાની સિંગિંગની કારકીર્દીમાં તેને 25થી વધુ ભાષાઓ અને 8 હજારથી વધુ ગીતો ગાયા છે. તેણે 15 પાકિસ્તાની ગીતો પણ ગાયા છે. તેમનું માનવું છે કે, તેમનો અવાજ રોમાન્ટિક ગીતો પર વધુ સારો લાગે છે પરંતુ, તેઓએ રોમાન્ટિક સિવાય સેડ, પેપી, સિડક્ટિવ અને અનેક આઈટમ નંબર્સ પણ ગાયા છે.

ફિલ્મ ‘હમ-તુમ’ માટે મળી ચૂકયા છે 36 નોમિનેશન
ચાર દાયકાની પોતાની કારકિર્દીમાં અલ્કએ પોતાના નામ અનેક એવોર્ડ કર્યા છે. બે નેશનલ એવોર્ડ તેના ખાતામાં છે. વર્ષ 1993માં આવેલી ફિલ્મ ‘હમ હૈ રાહી પ્યાર કે’ ફિલ્મમાં ‘ઘૂંઘટ કી આડ સે’ અને ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’નાં ટાઈટલ ટ્રેક માટે નેશનલ એવોર્ડ જીત્યો હતો.

પ્લેબેક સિંગિંગ માટે 7 ફિલ્મફેર એવોર્ડ જીતવાનો રેકોર્ડ પણ તેમના નામે જ છે. તે સિવાય મ્યૂઝિક ફિલ્ડમાં તેના યોગદાન માટે તેઓને બે બંગાળી ફિલ્મ જર્નાલિસ્ટ એસોશિએશન મળી ચૂક્યુ છે. વર્ષ 2017માં તેમને લતા મંગેશ્કરનાં સન્માનથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

લોકોને જાગૃત કરતાં ગીતોને પણ પોતાનો અવાજ આપ્યો છે
અલ્કાએ ફક્ત ફિલ્મી ગીતો જ ગાયા નથી. તેણે સરકારની અનેક યોજનાઓ માટે પોતાનો અવાજ આપ્યો છે. વર્ષ 2012માં સોનૂ નિગમ સાથે મળીને નેશનલ લિટરેસી મિશન ઓફ ઈન્ડિયા માટે ‘શિક્ષા કા સૂરજ’ ગીત ગાયુ છે. ત્યારબાદ વર્ષ 2014માં ફરીથી સોનૂ નિગમ સાથે મળીને બાળ સ્વાસ્થ્ય જાગૃતિ માટે ‘ફૂલ ખિલ જાયેંગે’ ગીત ગાયુ હતું. તેઓએ મહિલા દિવસ સ્પેશિયલ : સ્પ્રેડિંગ મેલોડિઝ એવરીવેર આલ્બમ માટે ‘મેને જો લી અંગડાઈ’ ગીત પણ ગાયુ.