Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
winter season

કડકડતી ઠંડીની સિઝનમાં બીમારીથી બચવું છે? તો ક્યારેય ન કરતા આવી ભૂલ નહીં તો....

Gujaratnow2 min read
કડકડતી ઠંડીની સિઝનમાં બીમારીથી બચવું છે? તો ક્યારેય ન કરતા આવી ભૂલ નહીં તો....

અમુક ચીજ વસ્તુઓનુ ધ્યાન રાખવુ પડશે

એવામાં અહીં અમે તમને અમુક એવી વસ્તુઓ વિશે જણાવવા જઇ રહ્યાં છે, જેનુ તમારે ખાસ કરીને આ સિઝનમાં ધ્યાન રાખવાનુ છે. જો તમે ઈચ્છો છો કે ઠંડીમાં તમે બિમાર ના પડો તો તેના માટે તમારે અમુક ભૂલ કરવાથી બચવુ પડશે અને અમુક ચીજ વસ્તુઓનુ ધ્યાન રાખવુ પડશે.

શિયાળામાં પોતાને હાઈડ્રેટેડ રાખો

શિયાળામાં ડિહાઈડ્રેશનની સમસ્યા ખૂબ સામાન્ય છે, કારણકે આ દરમ્યાન લોકો ઓછુ પાણી પીવે છે. કારણકે ઠંડીમાં વધુ તરસ પણ લાગતી નથી. પરંતુ કોઈ પણ સિઝનમાં શરીરમાં પાણીની કમી હાનિકારક છે. પોતાને હાઈડ્રેટેડ રાખવા માટે વધુ પાણી પીવો. આ સિવાય પુષ્કળ ફળનુ સેવન પણ કરો. ખિચડી અને દલિયા જેવી વસ્તુઓમાં પણ પાણી હોય છે. તેથી આ પણ તમને હાઈડ્રેટેડ રાખવામાં મદદ કરશે.

આ ફૂડ્સને બનાવો ડાયટનો ભાગ

હાડ થીજવી દે તેવી ઠંડીમાં તમારે તમારા આરોગ્યનો ખાસ ખ્યાલ રાખવાની જરૂર હોય છે. આ સિઝનમાં શરીરને ગરમી પહોંચાડનારા ખાદ્ય પદાર્થોનુ સેવન કરો. ઠંડીમાં તલ, ગોળ અને ડ્રાયફ્રૂટ જેવી ગરમ વસ્તુઓ પોતાના ડેલી ડાયટમાં સામેલ કરો. આ સિવાય પોતાની દરરોજની ચામાં હળદર, આદુ, દાલચીની અને કાળા મરચાને મિક્સ કરો. જેનાથી તમારી ચાનો ટેસ્ટ તો વધશે અને તેનાથી તમારા શરીરને ઘણા ફાયદા પણ થશે.

બંધ રૂમમાં તાપણુ ના કરો

ઠંડીની સિઝનમાં લોકો તાપણુ કરતા હોય છે, પરંતુ પ્રયાસ કરો કે ઘરની અંદર તાપણુ ના કરો. કેટલાંક લોકો રૂમ ગરમ કરવા માટે દરવાજા અને બારીઓ બંધ કરીને તાપણુ કરતા હોય છે, જે વધુ ખતરનાક હોઇ શકે છે. કારણકે તેમાંથી નિકળતી કાર્બન મોનોકસાઈડ ગેસ તમારો શ્વાસ પણ રોકે છે. તેથી જ્યારે તમે તાપણુ અથવા બોનફાયરનો ઉપયોગ કરો તો રૂમ પૂરેપૂરો બંધ ના કરો. તેમાંથી નિકળતી ગેસને બહાર નિકળવા દો. જેનાથી તમને શરદી પણ નહીં થાય અને તેમાંથી નિકળનારી ગેસ તમને નુકસાન પણ નહીં પહોંચાડે.

Gujaratnow2 min read

Related News