ગણતંત્ર દિવસ પર દિલ્હીમાં આકાશ વાદળછાયું અને મધ્યમ ધુમ્મસની આગાહી

ગણતંત્ર દિવસ પર દિલ્હીમાં આકાશ વાદળછાયું અને મધ્યમ ધુમ્મસની આગાહી

ગણતંત્ર દિવસ પર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના આકાશમાં વાદળછાયું અને મધ્યમ ધુમ્મસ રહેવાની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન વિઝિબિલિટીનું સ્તર 200 મીટર સુધી રહી શકે છે.  

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે, લઘુત્તમ અને મહત્તમ તાપમાન અનુક્રમે 9 અને 19 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ શકે છે. આ સાથે દેશના અનેક વિસ્તારોમાં વરસાદની પણ સંભાવના છે. તો વળી આગામી દિવસોમાં ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરાઇ છે.

હવામાન વિભાગ મુજબ હાલમાં દિલ્હીમાં 'ખૂબ ગાઢ' ધુમ્મસમાં વિઝિબિલિટી 0 થી 50 મીટર, ગાઢ ધુમ્મસમાં 51 થી 200 મીટર અને મધ્યમ ધુમ્મસમાં 201 થી 500 મીટરની વચ્ચે છે.  

હવામાન વિભાગે કહ્યું કે, નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 29 જાન્યુઆરીએ હળવો વરસાદ પડી શકે છે. આ વખતે દિલ્હીમાં શિયાળાની ઋતુમાં અત્યાર સુધી વરસાદ થયો નથી. હવામાન વિભાગે નવેમ્બર અને ડિસેમ્બરમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અભાવને આનું કારણ આપ્યું છે.

આ તરફ હવે વરસાદ પંજાબમાં ગણતંત્ર દિવસની ઉજવણીમાં ખલેલ પહોંચાડી શકે છે. પંજાબ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે.  

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે લુધિયાણામાં છેલ્લા 24 કલાક દરમિયાન 18 મિમી વરસાદ નોંધવામાં આવ્યો છે અને સામાન્ય 27 મિમી છે. જ્યારે 28 અને 29 જાન્યુઆરીએ ફરી એકવાર વરસાદની સંભાવના છે. તેમણે કહ્યું કે પાકની દૃષ્ટિએ આ વરસાદ ખૂબ જ જરૂરી હતો.

ગુજરાતમાં ક્યારે વરસાદની આગાહી ?
ગુજરાતમાં ઠંડીના માહોલ વચ્ચે હવે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 28 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.  

જેમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લામાંમાં વરસાદ પડી શકે છે. મહત્વનું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  

આગાહીના પગલે ડિઝાસ્ટર વિભાગ એલર્ટ
હવામાન વિભાગની ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહીના પગલે બનાસકાંઠામાં ડિઝાસ્ટર વિભાગ એલર્ટ થયું છે. કમોસમી વરસાદની આગાહીને લઈ માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં રાખેલો માલ પલળી ન જાય તેને લઈ સૂચના આપવામાં આવી છે.

 ડિઝાસ્ટર વિભાગે ખેતીવાડી અને બાગાયત વિભાગને પણ સૂચના આપી છે અને સાથે સહકારી મંડળી પણ સૂચના આપી છે. આગાહીને લઈને ડિઝાસ્ટર વિભાગે ખેડૂતો માટે પણ સૂચન કર્યું છે.

કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની આગાહી
હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહીની સાથે કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની આગાહી પણ કરી છે. મહત્વનું છે કે, 24 કલાકમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એપ્રોચ કરશે જેના કારણે કોલ્ડવેવ રહેશે.  રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. 24 કલાક બાદ ઠંડીમાંથી આંશિક રાહત મળશે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી શું અસર થશે?  
હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 28 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. જોકે 28 જાન્યુઆરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બાદ 29 જાન્યુઆરીથી 3 થી 4 ડિગ્રી તાપમાં વધતા ફરી ઠંડીમાં વધારો થશે. આગામી 24 કલાકમાં સારાષ્ટ્રમાં રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢ કોલ્ડવેવની આગાહી કરાઇ છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow