Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
winter season

શિયાળામાં વધુ સશક્ત બન્યા 50% યુવાનો

Gujaratnow3 min read
શિયાળામાં વધુ સશક્ત બન્યા 50% યુવાનો

શિયાળમાં આ વખતે કાતિલ ઠંડી રહી. ઠંડીથી બચવા માટે લોકો ગરમ વસ્ત્રોનો સહારો તો લીધો. બીજી તરફ ફિટ રહેવા માટે 50 ટકાથી વધુ લોકોએ જીમ ,સ્પોર્ટસ એક્ટિવીટી કરી. ચાર-પાંચ દિવસ કાતિલ ઠંડી અને ત્યારબાદ અચાનક લઘુતમ પારો ઊંચકાઈ જતા એક જ સિઝનમાં ડબલ ઋતુનો અનુભવ થયો.

જેને કારણે શરદી-ઉધરસ, તાવના કેસ ઘરે-ઘરે જોવા મળ્યા હતા. આયુર્વેદિક દવામાં લોકોએ સૌથી વધુ શરદી-ઉધરસ અને તાવની જ દવા લીધી છે. તો બીજી તરફ શરદી-ઉધરસથી બચી શકાય અને તેમાંથી રાહત મળે તે માટે દેશી ઓસડિયા અને ઘરગથ્થુ ઉપચાર પણ કર્યો. એક અંદાજ મુજબ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં શિયાળાની ઋતુમાં અંદાજિત એક લાખ કિલો આદુ, ફુદીનો અને દેશી ઓસડિયા ખવાઈ પીવાઈ ગયા છે. સૌથી વધુ આદુની ડિમાન્ડ રહી હોવાનું યાર્ડના વેપારીઓ જણાવી રહ્યા છે.

તો જીમ સંચાલકના જણાવ્યા મુજબ સામાન્ય દિવસ કરતા જીમમાં આવનારની સંખ્યા ડબલ નોંધાઇ છે. જેમાં સૌથી વધુ 25થી લઈને 40 વર્ષના યુવાનો અને યુવતીનો સમાવેશ થાય છે. વધુમાં આયુર્વેદિક ડોક્ટર જયેશ પરમારના જણાવ્યાનુસાર બાળકો વૃદ્ધ લોકોમાં. સૌથી વધુ શરદી, ઉધરસ, તાવના કેસ જોવા મળ્યા છે ત્યારે ખાસ કરીને લોકોએ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેની દવા લીધી છે આ ઉપરાંત આયુર્વેદમાં જૂના હઠિલા રોગની પણ દવા લેવાઈ છે.

યુવા વર્ગ ભણતર અને આર્થિક પાસાને લઈને ચિંતિત છે, મોબાઈલ છોડાવવા માટે મેરેથોન, સાઇક્લિંગ સહિતની પ્રવૃત્તિ કરાવવી જોઈએ

આજના યુવાનમાં સામાજિક સમસ્યા, ભણતરનો ભાર લાગવો, આર્થિક પરિસ્થિતિમાં ભણતર અને આવકનું એડજસ્ટમેન્ટ કરવું, અભ્યાસમાં ક્યો વિકલ્પ પસંદ કરવો, ઘરના વાતાવરણને અનુરૂપ થવું, સહનશક્તિની સમસ્યા, મોબાઈલ, વ્યસનની સમસ્યા સહિત વિવિધ સમસ્યા જોવા મળે છે.

તેમજ તમાકુ, ડ્રગ્સ, સિગારેટ, કેફી પીણાના વ્યસની પણ છે. દરેક સમસ્યાનું સમાધાન એક માત્ર મેન્ટલ ટફનેસ અને ફિઝિકલ ફિટનેસ છે. તેમ ફિટ ઈન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર ડો.અર્જુનસિંહ રાણા જણાવે છે. વધુમાં તેના જણાવ્યાનુસાર મોબાઈલ આજના સમયમાં જરૂરી છે. પણ તેના વ્યસની ન બનવું જોઈએ. ફિટ ઇન્ડિયા એ કોઇ એક દિવસની પ્રવૃત્તિ નથી.

તેના માટે કાયમી પ્રવૃત્ત રહેવું જોઇએ. જોકે હવે આજના સમયમાં પેરેન્ટસમાં પણ જાગૃતિ આવી છે અને તેઓ પોતાના બાળકને સામેથી રમતગમતની પ્રવૃત્તિમાં જોડાવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે. રમતગમતને દૈનિક દિનચર્યાનો એક ભાગ બનાવી દેવો જોઇએ. યુવાનો મોબાઈલ અને અન્ય વ્યસનથી દૂર રહે તે માટે તેને સ્પોર્ટસ એક્ટિવિટી કરાવવી જોઈએ.

ફિટ ઈન્ડિયાની શરૂઆત કોલેજથી નહિ શાળાએથી જ કરવી જોઈએ
1 મોબાઈલનો સદુપયોગ કરવો જોઈએ. જરૂરિયાત છે તેના માટે મોબાઈલનો વપરાશ કરીને ટેક્નોલોજીનો ઉપયોગ કરવો જોઈએ.2 બાળક રડતું હોય ત્યારે મોબાઈલ નહિ પરંતુ તેને બોલ, બેટ, હોકી અથવા તો રમતગમતના કોઈ પણ સાધનો આપો.

તેની સાથે રમો. જેથી કરીને તેને રમતગમતની પ્રવૃત્તિમાં રસ પડે.3 શાળામાં ફરજિયાત પીટીનો અથવા તો રમતગમતની પ્રવૃત્તિનો એક પિરિયડ ફરજિયાત રીતે રાખવો જોઈએ. આ પિરિયડમાં વિદ્યાર્થીઓને મેદાની રમત રમાડવી જોઈએ.4 શાળા- કોલેજમાં શિક્ષકો વિદ્યાર્થીઓનો ફિટનેસ રેકોર્ડ જાળવે. જેથી કરીને તેનું સતત મોનિટરિંગ કરતા રહે.

Gujaratnow3 min read

Related News