શરીર ઠૂંઠવી નાખે તેવો કાતિલ પવન 22 કિ.મી.ની ઝડપે ફૂંકાયો

શરીર ઠૂંઠવી નાખે તેવો કાતિલ પવન 22 કિ.મી.ની ઝડપે ફૂંકાયો

રાજકોટમાં કાતિલ ઠંડીનો દોર બુધવારે પણ ચાલુ રહ્યો હતો. બુધવારે રાજકોટ 8.7 ડિગ્રી સાથે સૌરાષ્ટ્રમાં સૌથી ઠંડું શહેર રહ્યું હતું. હવામાન ખાતાના જણાવ્યાનુસાર હજુ આ સપ્તાહ ઠંડી યથાવત્ રહેશે. ઠંડીને કારણે જનજીવન પ્રભાવિત થયું છે, તો બીજી બાજુ યાર્ડમાં શાકભાજીની આવકો ઘટી છે.  

સતત ઠંડી રહેવાને કારણે લોકો હાલ બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે એટલે કુદરતી કર્ફ્યૂ હોઈ એવી પરિસ્થિતિ સર્જાઈ છે.  

નાના બાળકો, યુવાનો અને વડીલો શરદી-ઉધરસનો ભોગ બની રહ્યા છે. ઠંડીથી બચવા માટે લોકો ઘરમાં અને જાહેર ચોકમાં રોડ-રસ્તા પર તાપણાનો સહારો લેતા જોવા મળે છે.

યાર્ડના ઇન્સ્પેક્ટરના જણાવ્યા મુજબ હાલ ઠંડીને કારણે શાકભાજી લઈને આવતા ખેડૂતોની સંખ્યા ઘટી છે. એવી જ રીતે રાજ્ય બહારથી આવતા અને અહીંથી મોકલાતા શાકભાજીની હેરફેર પ્રભાવિત થઈ છે. સતત ઠંડી અને કાતિલ પવનો ફૂંકાવાને કારણે શાકભાજીના ઉત્પાદન પર અસર આવી છે.  

રાજકોટમાં સવારે લઘુતમ 8.7 ડિગ્રી તાપમાન રહ્યું હતું જ્યારે મહત્તમ તાપમાન 25.6 ડિગ્રી રહ્યું હતું. 22 કિમીની ઝડપે પવન ફૂંકાતા લોકો ઠુંઠવાયા હતા.

કોલ્ડવેવમાં લોકોને સાવચેતી રાખવા સૂચના
1 ગરમ કપડાં પહેરવા, દરવાજા અને બારીઓ યોગ્ય રીતે બંધ કરવાની ખાતરી કરો જેથી ઠંડા પવન ઘરમાં ન આવે.
2 પૂરતી રોગપ્રતિકારક શક્તિ જાળવવા માટે વિટામિન-Cથી ભરપૂર ફળો અને શાકભાજીનું સેવન કરવું જોઈએ.
3 શિયાળામાં ફ્ક્ત વહેતું ભરેલું નાક અથવા નાકમાંથી રક્તસ્ત્રાવ જેવી વિવિધ બીમારીઓની શક્યતા વધી જાય છે, આવા લક્ષણો માટે આરોગ્ય કેન્દ્ર અથવા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.  

4 આંગળીઓ વડે ગ્લોવ્સ કરતાં મિટન્સ (આંગળીઓ વિના) પસંદ કરો, મિટન્સ ઠંડીથી વધુ હૂંફ અને ઇન્સ્યૂલેશન પ્રદાન કરે છે, કારણ કે આંગળીઓ તેમની હૂંફ વહેંચે છે અને સપાટીના ઓછા વિસ્તારને ઠંડાથી બહાર કાઢે છે
5 ફેફસાંને સુરક્ષિત રાખવા મોં અને નાકને ઢાંકો. કોરોના કે અન્ય શ્વસન ચેપથી બચવા માટે બહાર જતી વખતે માસ્ક પહેરવું જોઈએ.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow