Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
📌 Rajkot

વિશ્વ ગંગાસ્વરૂપા દિવસ

Gujaratnow2 min read
વિશ્વ ગંગાસ્વરૂપા દિવસ


રાજકોટ જિલ્લામાં મે માસ દરમિયાન ૭૧ હજારથી વધુ મહિલાઓએ 'ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના'નો લાભ લીધો

પુન: ઘર સંસાર વસાવવા એક વર્ષમાં ૦૬ મહિલાઓને કુલ રૂ. ૦૩ લાખની સહાય કરાઈ


સમાજમાં એવી અનેક મહિલાઓ છે, જેમણે કપરા સંજોગોનો સામનો કરી રહી છે. ખાસ કરીને ગંગાસ્વરૂપ સ્ત્રીઓ, જેમણે પોતાના જીવનસાથી ગુમાવ્યા છે છતાં હિંમત હાર્યા વિના જીવન જીવી રહી છે. આવા સમયે ગુજરાત સરકારની 'ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના' અને 'ગંગાસ્વરૂપા પુન: લગ્ન આર્થિક સહાય યોજના' તેમના માટે આશાના કિરણ સમાન છે. આ યોજનાઓ માત્ર આર્થિક મદદ જ નથી આપતી, પરંતુ તેમને સમાજમાં સન્માનભેર જીવવા માટે સક્ષમ બનાવે છે.
સમગ્ર વિશ્વમાં ગંગાસ્વરૂપ મહિલાઓની સમસ્યાઓ અંગે જાગૃતિ લાવવા દર વર્ષે ૨૩ જૂને 'આંતરરાષ્ટ્રીય ગંગાસ્વરૂપા દિવસ' અન્વયે વિવિધ કલ્યાણકારી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગંગાસ્વરૂપ મહિલાઓને આર્થિક આધાર આપવાના ઉમદા આશય સાથે વર્ષ ૧૯૭૯થી 'ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના' અમલી છે.
રાજકોટ જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારીશ્રી જનકસિંહ ગોહિલે જણાવ્યું છે કે, જિલ્લામાં મે, ૨૦૨૫ દરમિયાન ૭૧ હજારથી વધુ મહિલાઓએ 'ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના'નો લાભ લીધો હતો. જ્યારે પુન: ઘર સંસાર વસાવવા એપ્રિલ, ૨૦૨૪થી માર્ચ, ૨૦૨૫, એમ એક વર્ષ દરમિયાન ૦૬ ગંગાસ્વરૂપ મહિલાઓને 'ગંગાસ્વરૂપા પુન: લગ્ન આર્થિક સહાય યોજના' હેઠળ રૂ. ૫૦ હજાર લેખે કુલ રૂ. ૦૩ લાખની સહાય કરાઈ હતી.


ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના
'ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના'નો લાભ ૧૮ વર્ષ કે તેથી વધુ વયના નિરાધાર ગંગાસ્વરૂપા લઇ શકે છે. ગંગાસ્વરૂપ મહિલાની કૌટુંબિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક રૂ. ૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તાર માટે વાર્ષિક રૂ. ૧,૫૦,૦૦૦ કે તેથી ઓછી હોવી જોઈએ. લાભાર્થીને દર માસે રૂ. ૧૨૫૦ની આર્થિક સહાય તેના પોસ્ટ / બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવે છે. આ યોજનાનો લાભ અરજી કર્યા તારીખથી મળવાપાત્ર છે. અરજીપત્રક સાથે ફોર્મ અને ફોટો, રહેઠાણનો પુરાવો, રેશનકાર્ડની નકલ, ઉંમરનો પુરાવો, પતિના અવસાનનો દાખલો, પાસબુકની નકલ, આવકનો દાખલો, પુનઃલગ્ન ન કર્યા અંગેનું પ્રમાણપત્ર, આધારકાર્ડની નકલ અને લાગુ પડતું હોય તો બી.પી.એલ. સ્કોર અંગેનો દાખલો આપવાના રહેશે.
ગંગાસ્વરૂપા પુન: લગ્ન આર્થિક સહાય યોજના
'ગંગાસ્વરૂપા પુન: લગ્ન આર્થિક સહાય યોજના'નો લાભ ૧૮ વર્ષથી ૫૦ વર્ષની ગંગાસ્વરૂપ મહિલાઓ લઇ શકે છે. જે માટે પુનઃ લગ્ન કર્યેથી છ માસની સમય મર્યાદામાં નિયત નમુનામાં આધાર પુરાવા સહિત અરજી કરવાની રહેશે. આ યોજના અંતર્ગત રૂ. ૨૫,૦૦૦ની આર્થિક સહાય મહિલાના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે જમા કરાય છે તેમજ રૂ. ૨૫,૦૦૦ની રકમના રાષ્ટ્રીય બચત પત્રો દ્વારા, એમ કુલ રૂ. ૫૦,૦૦૦ ની સહાય અપાય છે. નોંધનીય છે કે આ યોજનાનો લાભ લેવા માટે મહિલા 'ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના'નો લાભ લેતાં હોય એ જરૂરી છે.

Gujaratnow2 min read

Related News