ફટાફટ પેટ સાફ કરી દે છે આ 5 ફૂડ, ડાયટમાં સામેલ કરતાં જ કબજિયાતથી મળશે છૂટકારો

ફટાફટ પેટ સાફ કરી દે છે આ 5 ફૂડ, ડાયટમાં સામેલ કરતાં જ કબજિયાતથી મળશે છૂટકારો

Constipation problem tips:અત્યારની ભાગદોડની જીંદગીમાં ખોટુ ખાનપાન અને ખરાબ લાઇફસ્ટાઇલની સીધી અસર સ્વાસ્થ્ય પર પડે છે. તેમાં પેટની સમસ્યાનું મુખ્ય કારણ ખાન-પાનમીં ખોટી આદતો છે જેમ કે સતત એક જગ્યાએ બેસી રહેવુ, વધારે મેંદાનું સેવન, ફાઇબર ના ખાવુ, સ્વીટ વસ્તુનું સેવન વધારે થવુ વગેરે. જો તમે પણ કબજીયાતથી પરેશાન છો તો પેટને સરળ રીતે સાફ કરવા માટે ડાયેટમાં થોડા બદલાવ કરો. અમુક વસ્તુને તમારી ડાયેટમાં સામેલ કરો, તમારી સમસ્યા જરુરથી દૂર થશે.


1. જો તમે તમારી ડાયેટમાં ઓલિવ ઓઇલ અને ફ્લેક્સ સીડ ઓઈલને સામેલ કરો છો, તો તે આંતરડામાં જમા થયેલા વેસ્ટને બહાર કાઢવામાં મદદ કરે છે. આ બંનેમાં કેટલાક ઘટકો એવા પણ હોય છે, જે પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે.આ ઉપરાંત તેમાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણો ભરપૂર માત્રામાં હોય છે.

2. પોતાની ડાયટમાં તમે પ્રોબાયોટિક ફ્રૂટ્સને સામેલ કરો છો તો તમારી કબજિયાતની સમસ્યા ઝડપથી દૂર થશે. એટલુ જ નહીં પ્રોબાયોટિક ફ્રૂટ્સ એટલે કે દહીંનું સેવન કરશો તો સ્ટૂલ(મળ)ને સોફ્ટ કરવામા મદદ મળશે. જેનાથી જૂના મળની સમસ્યા પણ સરળતાથી દૂર થશે. તેવામાં 2 વાટકી દહીંનું સેવન જરુરથી કરો.

કોઈ જ દવા ખાવાની જરૂર નહીં પડે અને <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/કબજિયાત' title='કબજિયાત'>કબજિયાત</a> જડમૂળથી મટી જશે, બસ આ દેશી ઉપાય  એકવાર કરી લો | Know home remedies for constipation relief

3. ઘણા ફ્રૂટ એવા હોય છે જેમાં ભરપુર માત્રામાં ફાઇબર અને પાણી હોય છે, જે કબજિયાતની સમસ્યાને દૂર કરવા માટે ફાયદાકારક સાબિત થાય છે. હાઇફાઇબર ફ્રૂટ તરીકે તમે ડાયટમાં કિવી, સફરજન, નાસપતી, દ્રાક્ષ, બ્લેકબેરી, રાસબરી વગેરેને સામેલ કરી શકો છો. જો તમે આ ફળોનું સેવન નિયમિત રીતે કરશો તો તમારુ પેટ સાફ થશે સાથે સ્વાસ્થ્ય સારુ રહેશે.

4. પેટની સફાઇ માટે રોજ અનાજનું સેવન કરો. મેંદાની જગ્યાએ મલ્ટીગ્રેન અથવા ઘઉંના લોટનો જ ઉપયોગ કરો. બાળકોથી લઇને વડીલો સુધી તમામને પેટને લગતી સમસ્યા દૂર થશે. હકીકતમાં ઘઉંમા ફાઇબરની માત્રા વધારે હોય છે જે આંતરડાની સપાટી પર ચોટેલી ગંદકીને સરળતાથી બહાર કાઢવામાં મદદ કરે છે.

5.તમે તમારી રોજીંદા ખોરાકમાં બ્રોકલીને સામેલ કરશો તો ક્યારેય કબજિયાતની ફરિયાદ નહીં રહે. આ એક એવુ શાકે છે જેમાં ભરપુર માત્રામાં ઇનસોલ્યુબલ ફાઇબર હોય છે. આ પેટને સરળતાથી ક્લિન કરે છે અને બોલવ મૂવમેન્ટને રેગ્યુલર રાખે છે. આ ડાઇજેશનને સારુ રાખે છે અને સરળતાથી કબજિયાતની સમસ્યાને દૂર કરે છે. આ ઉપરાંત તમે ડાયેટમાં બીન્સ વગેરે પણ સામેલ કરી શકો છો, જેનાથી કબજિયાતની સમસ્યા ઉપસ્થિત જ નહીં થાય.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow