જામજોધપુરના અહીં આખેઆખા ગામે ન કર્યું વોટિંગ, બે દિવસે સામે આવ્યું ચોંકાવનારું કારણ

જામજોધપુરના અહીં આખેઆખા ગામે ન કર્યું વોટિંગ, બે દિવસે સામે આવ્યું ચોંકાવનારું કારણ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન થઈ ચૂક્યું છે અને બીજા તબક્કાનો મતદાન પાંચ ડિસેમ્બરે થવાનો છે. પ્રથમ તબક્કામાં અપેક્ષા કરતાં ઓછા મતદા થતાં અનેક રાજકીય પક્ષોની ચિંતા વધારી દીધી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે એકતરફી ચૂંટણી થવાને કારણે આવું થયું છે. સત્તાધારી પક્ષ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય નેતાઓ જોરશોરથી પ્રચાર કરતા રહ્યા છે. પ્રથમ ચરણમાં મતદાન પૂર્ણ થયું પરંતુ એક મતદાન મથક એવું પણ છે કે જ્યાં એક પણ મત નથી પડ્યો.

જામજોધપુરના ધ્રાફામાં મતદાનનો બહિષ્કાર
પ્રથમ ચરણમાં મતદાન પૂર્ણ થયું પરંતુ એક મતદાન મથક એવું પણ છે કે જ્યાં એક પણ મત નથી પડ્યો. વિધાનસભાના પ્રથમ તબક્કામાં જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં લોકશાહી પર્વની નારાજગી જોવા મળી. જામનગર જિલ્લાના જામજોધપુર 80 મત વિસ્તારના ધ્રાફા ગામે મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. ધ્રાફા ગામે વર્ષોથી મહિલાઓ માટે અલગ મતદાન મથક બનાવવામાં આવતું હતું પરંતુ આ વખતે મહિલાઓનું અલગ મતદાન મથક તૈયાર ન કારાતા ગામના લોકોએ મતદાનથી અળગા રહી મતદાનનો બહિષ્કાર કર્યો હતો.

મહિલાઓ માટે અલગ બૂથ ઊભું ન કરાતાં વિરોધ
જામજોધપુરના ધ્રાફા ગામે ચૂંટણીનો બહિષ્કારનું કારણ આવ્યું સામે આવ્યું છે. મહિલાઓ માટે અલગથી મતદાન મથક ન બનતાં ગ્રામલોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. વર્ષોથી ધ્રાફામાં મહિલાઓ માટે અલગથી મતદાન મથક બનાવવામાં આવે છે પરંતું આ વર્ષે મતદાન મથક ન બનાવતાં ગ્રામલોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.  1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાના મતદાનમાં ધ્રાફા ગામમાં એક પણ વોટ મ હતો પડ્યો.

61 ટકા મતદાન
ગુજરાત વિધાનસભાની 89 બેઠકો માટે ગુરુવારે યોજાયેલા પ્રથમ તબક્કાના મતદાનમાં કુલ 61 ટકા મતદાન નોંધાયું છે. 2017ની ચૂંટણીની સરખામણીમાં આ આંકડો ઘણો ઓછો છે. 2017માં અહીં 68 ટકા મતદાન થયું હતું.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow