છેલ્લી ઘડીએ PM મોદીના મેગા-શૉનો અમદાવાદમાં ભાજપને કેટલો ફાયદો? સર્વેમાં જુઓ કોને કેટલી બેઠક

છેલ્લી ઘડીએ PM મોદીના મેગા-શૉનો અમદાવાદમાં ભાજપને કેટલો ફાયદો? સર્વેમાં જુઓ કોને કેટલી બેઠક

ગુજરાત વિધાનસભાની બે તબક્કાની ચૂંટણી પૂર્ણ થતા સૌ કોઈ 8 તારીખે થનાર મતગણતરીની રાહ જોઈને બેઠા છે. ત્યારે એગ્ઝિટ પોલમાં તો ભાજપ બહુમતી સાથે સરકાર બનાવી રહી છે અને કોંગ્રેસ પણ વિરોધ પક્ષમાં બેસી શકે તેટલી બેઠકો તો મેળવી જ રહી છે અને આમ આદમી પાર્ટી જે પ્રમાણે દાવો કરી રહી છે તે મુજબ આપ વિરોધ પક્ષમાં બેસી શકે તેટલી સીટો પણ તેમને મળી શકી નથી. ત્યારે હવે 8 ડિસેમ્બરના રોજ યોજાનાર મતગણતરીની લોકો રાહ જોઈ રહ્યા છે. અમદાવાદની 21 બેઠકોનું VTVના એગ્ઝિટ પોલમાં અનુમાન લગાવવામાં આવ્યું છે. જેમાં અમદાવાદમાં ભાજપ બાજી મારે તેવી ધારણા મુકવામાં આવી છે. જેમાં ભાજપે ફાળે 16 બેઠકો આવશે. જ્યારે કોંગ્રેસને ફાળે 5 બેઠકો આવશે તેવી ધારણા મુકવામાં આવી છે.

વડાપ્રધાને સુરત બાદ અમદાવાદમાં સૌથી લાંબો રોડ શો કર્યા
અમદાવાદમાં  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભવ્ય મેગા રોડ શો યોજ્યા હતા. અમદાવાદના નરોડાથી ચાંદખેડા સુધીના વિસ્તારમાં 38 કિમી લાંબો આ રોડ શો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પીએમ મોદીએ અમદાવાદમાં પહેલો રોડ શો કર્યો હતો. સૌથી લાંબા આ રોડ શોમાં અમદાવાદની 16 વિધાનસભા બેઠકો કવર કરવામાં આવી હતી. PM મોદીએ સુરતમાં પણ 30 કિમી લાંબો રોડ શો કર્યો હતો. પીએમ મોદીની લોકચાહના જોતાં હજારો લોકો આ રોડ શોમાં ઉમટી પડ્યા હતા. PM મોદી અમદાવાદ શહેરની 13 વિધાનસભા અને ગાંધીનગર જિલ્લાની ગાંધીનગર દક્ષિણ વિધાનસભા એમ કુલ 14 વિધાનસભામાં રોડ શો કર્યા હતા. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કુલ 35 જગ્યાએ સ્વાગત કરવામાં આવ્યું હતું.

PM મોદીની આ ઈચ્છા અધૂરી રહે તેવી શક્યતા
જોકે અહીં સૌથી મોટો સવાલ હવે એ ઊભો થઇ રહ્યો છે કે શું આ વખતના ચૂંટણી પરિણામમાં PM મોદીની ઇચ્છા પૂરી થશે. નોંધનીય છે કે ગુજરાતની ચૂંટણી માટે PM મોદીએ આ વખતે ધૂમ પ્રચાર કર્યો હતો. PM મોદીએ 38 જેટલી જનસભાઓ અને 100થી વધારે બેઠકો કવર કરી હતી તેમજ ત્રણ મોટા રોડ શો પણ કર્યા હતા. દરમ્યાન PM મોદીએ પોતે જ પ્રચાર મામલે કહ્યું હતું કે, 'તેઓ આટલી મહેનત કરી રહ્યાં છે કારણ કે તેમને આ વખતે રેકૉર્ડ તોડવો છે.' પીએમ મોદીએ કહ્યું હતું કે 'ભૂપેન્દ્ર નરેન્દ્રના રેકૉર્ડ તોડે તે માટે કામ કરવું છે.' પરંતુ VTV એગ્ઝિટ પોલના જે આંકડાઓ સામે આવી રહ્યાં છે તે જો સાચા પડે તો કદાચ PM મોદીનું આ સપનું અધૂરું પણ રહી શકે છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow