Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
🛍 Lifestyle

તમે પણ કરો છો એનર્જી ડ્રિંકનું સેવન? તો થઈ જજો સાવધાન, જાણો સ્વાસ્થ્ય માટે કઈ રીતે છે ખતરનાક

Gujaratnow3 min read
તમે પણ કરો છો એનર્જી ડ્રિંકનું સેવન? તો થઈ જજો સાવધાન, જાણો સ્વાસ્થ્ય માટે કઈ રીતે છે ખતરનાક

મીડિયા રિપોર્ટ અનુસાર એક અમેરિકન વ્યક્તિએ 10 મિનિટમાં એનર્જી ડ્રિંકના 12 કેન પીધા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે પીણામાં ખાંડ, કેફીન અને કેમિકલની વધુ માત્રાને કારણે 36 વર્ષીય વ્યક્તિના પેનક્રિયાઝે પોતાને જ પચાવવાનું શરૂ કરી દીધુ.

જ્યારે તેની તબિયત વધુ ખરાબ થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે કેટલીકવાર એનર્જી ડ્રિંક્સને સ્પોર્ટ્સ બેવરેજ તરીકે પણ ગણવામાં આવે છે. જ્યારે તે તેનાથી અલગ હોય છે.

સોડા કરતા હોય છે વધારે શુગર

‌‌આ ડ્રિંક્સને એલર્ટનેસ અને એનર્જી લેવલમાં વધારા તરીકે પ્રમોટ કરવામાં આવે છે. તેમાં વધારે પ્રમાણમાં કેફીન હોય છે અને સોડા માટે જેટલી શુગર જોઈએ તેના જેટલી અથવા તેના કરતા વધારે શુગર હોય છે. ઘણા એનર્જી ડ્રિંક્સમાં લગભગ 200 મિલિગ્રામ કેફીન હોય છે, જે બે કપ કોફીમાં હોય છે.

એનર્જી ડ્રિંકનું અગ્રેસિવ માર્કેટિંગ‌‌

સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ ડ્રિંકની સેફ્ટીને લઈને રેગ્યુલેશનની કમી છે. તેમજ યુવાનોને આકર્ષવા માટે તેમની અગ્રેસિવ રીતે મેર્કેટિંગ કરવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર 2007માં એનર્જી ડ્રિંક્સના કારણે 12 થી 17 વર્ષની વયના 1,145 બાળકોને ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. 2011માં આ સંખ્યા વધીને 1,499 થઈ ગઈ હતી.

લોન્ગ ટર્મ રિસ્ક

‌‌નિષ્ણાતે જણાવ્યું કે એનર્જી ડ્રિંક્સ શુગરથી ભરેલા હોય છે, "જે ખેલાડીના દાંતના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે". તેમણે ઉમેર્યું, "આ પીણાંમાં હાજર ખાંડ દાંતના એનામેલને ખતમ કરી શકે છે. જે કેવિટી અને હાઈપરસેંસિટિવિટી જેવી સમસ્યાઓ તરફ દોરી શકે છે."

તેમણે કહ્યું કે લાંબા સમય સુધી તેનો ઉપયોગ શરીરના મેટાબોલિઝમને પણ અસર કરી શકે છે જે કોલેસ્ટ્રોલ લેવલને અસંતુલિત કરી શકે છે.

સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર

‌‌એક રિપોર્ટ અનુસાર એવા પુરાવા મળ્યા છે જે સાબિત કરે છે કે એનર્જી ડ્રિંક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. આના કારણે માનસિક સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. કાર્ડિયોવેસ્ક્યુલર અને મેટાબોલિઝમ પર ખરાબ અસર થઈ શકે છે અથવા દાંતની સમસ્યાઓ થઈ શકે છે.

વધુ માત્રામાં કેફીન, હાઈ ફ્રુક્ટોઝ કોર્ન સીરપ ઓછી કેલરી વાળા સ્વીટનર્સ અને સ્ટીમુલેટ સાથે ઉમેરવામાં આવેલ ખાંડ બાળકોના શરીરના નાના કદને કારણે વધુ અસર કરી શકે છે.

કેફીનની આડઅસરો‌‌

કેફીન એનર્જી ડ્રિંક્સમાં હાજર સૌથી સામાન્ય ઘટકોમાંનું એક હોવાથી, તેની આડ અસરોને સમજવી મહત્વપૂર્ણ છે. પીણામાં સમાયેલ કેફીન એકાગ્રતા અને સતર્કતા વધારવા માટે છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં તે બેચેની, હૃદયના ધબકારા વધવા અને ઊંઘ ન આવવા જેવા કેટલાક પ્રારંભિક લક્ષણોનું કારણ બની શકે છે.

એક રિપોર્ટ અનુસાર એક ડોઝમાં 1.2 ગ્રામ કે તેનાથી વધુ કેફીન રાખવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. એક સમયે 10-14 ગ્રામ કેફીનનું સેવન ઘાતક માનવામાં આવે છે. 10 ગ્રામ સુધી કેફીનનું સેવન કરવાથી ખેંચાણ અને ઉલ્ટી થાય છે, પરંતુ લગભગ 6 કલાકમાં રિકવરી શક્ય છે. 1 ગ્રામની માત્રાની આડ અસરોમાં બેચેની, ચીડિયાપણું, ગભરામણ, ઉલટી, ઝડપી ધબકારા અને ધ્રુજારીનો સમાવેશ થાય છે.

Gujaratnow3 min read

Related News