કર્ણ હોસ્પિટલમાં મા-દીકરી મર્ડર કેસમાં મોટો ધડાકો, આરોપી ગે નીકળ્યો, મૌજશોખ માટે કરતો ગંદા કામ

કર્ણ હોસ્પિટલમાં મા-દીકરી મર્ડર કેસમાં મોટો ધડાકો, આરોપી ગે નીકળ્યો, મૌજશોખ માટે કરતો ગંદા કામ

અમદાવાદની કર્ણ હોસ્પિટલમાં થયેલ ડબલ મર્ડર મામલે એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. જેમાં વધુ એક હડકંપ માચાવતો ખુલાસો થયો છે. ફિલ્મી ઢબે હત્યાકાંડ રાચાયાનું બહાર આવ્યું છે અને આ હત્યા લૂંટ માટે થઈ હોવાનો પર્દાફાશ થયો છે.મોજ સોખમાં બેફામ રૂપિયા ઉડાવ્યા બાદ આરોપી મનસુખ દેવાના ડુંગરમા દબાઈ ગયો હતો. જેમાંથી બહાર નીકળવા તેણે  લૂંટનું ષડયંત્ર રચ્યુ હોવાનું બહાર આવ્યું છે. આરોપી મનસુખએ સારવાર અર્થે આવેલી યુવતીને એનેથીસિયાનો ઓવર ડોઝ આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. તેમજ યુવતી બાદ તેની માતાને પણ ઇન્જેક્શન આપ્યું હતું. જેથી તેનું પણ મોત નીપજ્યું હતું. એટલું જ નહિ 3 માસ પહેલા પણ એક મહિલાનો આ પ્રકારે મૃતદેહ મળ્યો હતો. જેથી મનસુખ સામે શંકાની સોઈ તણાઈ રહી છે.

આરોપી ગે હોવાથી મોજશોખ માટે દેવું થઈ ગયું હતું

પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો એ પણ થયો કે આરોપી ગે હોવાથી મોજશોખ માટે દેવું થઈ ગયું હતું. જેથી મૃતક મહિલાના દાગીના ઓળવી જવાના ઇરાદે હત્યા નિપજાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે મૃતક મહિલાઓના શરીર પરથી દાગીના પણ ગાયબ છે.

બેડ નીચેથી માતાનો પણ મૃતદેહ મળ્યો હતો

મણિનગરમાં ભુલાભાઈ પાર્ક નજીક આવેલી ડો અર્પિત શાહની કાન, નાક અને ગળાની હોસ્પિટલમાં કબાટમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો હતો. ત્યારબાદ હોસ્પિટલના કર્મચારીઓ મૃતદેહ જોઈને પોલીસને જાણ કરી હતી. જેમાં મૃતક મહિલાનું નામ ભારતીબેન વાળા હોવાનું ખુલ્યું છે. જે આ હોસ્પિટલમાં કાનના ઈલાજ માટે આવતી હતી. આ કબાટમાંથી સિલેન્ડર કાઢીને ભારતીબેનની મૃતદેહ કબાટમાં મુકવામાં આવ્યો હતો. અને CCTV પણ એક કલાક માટે બંધ કરવામાં આવ્યા હતા. જેથી મહિલાની હત્યા થઈ હોવાની શક્યતાને લઈને પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં હોસ્પિટલની બહારના CCTV મળ્યા હતા જેમાં ભારતી પોતાની માતા ચંપાબેન સાથે હોસ્પિટલમાં જોવા મળી હતી. પોલીસે તેની માતા ની શોધખોળ કરતા તેનો મૃતદેહ પર હોસ્પિટલમાં બેડ નીચે છુપાયેલી હાલતમાં મળી આવ્યો હતો આ ડબલ મર્ડર કેસમાં પોલીસે ગુનો નોંધીને મૃતદેહનો પોસ્ટમોર્ટમ શરૂ કર્યું હતું. મહત્વનું છે કે માતા પુત્રીની હત્યા એનેશથેસિયાના ઓવર ડોઝ આપીને કરવામાં આવી હતી અને હત્યા મનસુખ નામના હોસ્પિટલના કમ્પાઉન્ડરએ કરી હોવાનું સામે આવ્યું છે. પરંતુ હત્યા પાછળ અનૈતિક સંબધ છે કે કોઈ અન્ય કારણ તેની તપાસ ચાલી રહી છે.

આરોપી મનસુખ ભારતીનો કુટુંબી દેવર

મૃતક ભારતી વાળાના લગ્ન ચાર વર્ષ પહેલાં બહેરામપુરાના લક્ષમણ વાળા સાથે થયા હતા.. બન્નેને સંતાન નથી. પરંતુ પતિ પત્ની વચ્ચે ઘર કંકાસ થતા 6 માસ પહેલા ભારતી રિસાઈને પિયર શાહવાડી આવી ગઈ હતી. છેલ્લા એક વર્ષથી ભારતીના કાનના પરદાની દવા ડો અર્પિત શાહની હોસ્પિટલમાં ચાલતી હતી. ભારતી સવારે 9 વાગે માતા સાથે હોસ્પિટલમાં આવી હતી.. અને 9.30 થી 10.30 સુધી હોસ્પિટલ ના CCTV બંધ રાખવામાં આવ્યા હતા. આરોપી મનસુખ ભારતીનો કુટુંબી દેવર થાય છે. આ ઘટનાથી પરિવારે આક્રંદ સાથે રોષ વ્યકત કર્યો હતો.

Read more

ગડકરીએ કહ્યું- મારું મગજ ₹200 કરોડ પ્રતિ મહિનાનું

ગડકરીએ કહ્યું- મારું મગજ ₹200 કરોડ પ્રતિ મહિનાનું

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શનિવારે નાગપુરમાં એક કાર્યક્રમમાં પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાની ટીકાનો જવાબ આપ્

By Gujaratnow
એશિયા કપમાં ભારતની PAK પર સર્જિકલ સ્ટ્રાઈક

એશિયા કપમાં ભારતની PAK પર સર્જિકલ સ્ટ્રાઈક

એશિયા કપની છઠ્ઠી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું. ટીમે 16મી ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 128 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટે

By Gujaratnow
નેપાળ બાદ હવે લંડનમાં પ્રદર્શન, 1 લાખ લોકો જોડાયાં

નેપાળ બાદ હવે લંડનમાં પ્રદર્શન, 1 લાખ લોકો જોડાયાં

શનિવારે સેન્ટ્રલ લંડનમાં 1 લાખથી વધુ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનને 'યુનાઇટ ધ કિંગડમ' નામ આપવામાં આવ્યું હતું, જેનું ને

By Gujaratnow