Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
🛍 Lifestyle

આંખની ઊર્જાથી ઊર્જાવાન રહો

Gujaratnow2 min read
આંખની ઊર્જાથી ઊર્જાવાન રહો

આપણે સૌ જાણીએ છીએ કે આંખ આપણા શરીરનું સૌથી મહત્ત્વનું અને સંવેદનશીલ અંગ છે. ઘણી વાર આંખની નાની એવી તકલીફ થઈ હોય તો પણ આપણે ટેન્શનમાં આવી જઈએ છીએ, કારણ કે આપણને ખબર છે કે જો આપણે ધ્યાન નહીં આપીએ તો એ આપણા માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે એમ છે.

વળી, આજની બહિર્મુખી સંસ્કૃતિમાં સૌથી વધુ પ્રેશર આપણી કોઈ ઇન્દ્રિય ઉપર પડતું હોય તો તે પણ આપણી આંખ જ છે. ટીવી, ઇન્ટરનેટ, ફિલ્મો-મનોરંજન અને કામકાજની આખી દુનિયામાં આંખ અત્યંત મહત્ત્વનું અંગ છે. એ વાત સાચી છે કે આ કૃત્રિમ સાધનો ઉપર સતત આંખનું ભારણ વધવાથી આંખ અને મગજમાં તાણ પેદા થાય છે.

આ સાધનોમાંથી નીકળતા વીજતરંગો આંખને ભારે નુકસાન પણ પહોંચાડે છે. મોટાભાગે લોકોનાં મોઢેથી આપણે આંખનો થાક, મગજની સુસ્તી અને શરીર જકડાઈ જવું એવી ફરિયાદો અવારનવાર સાંભળીએ છીએ. આધુનિક જીવનશૈલીની જ આ ખાસિયત એ છે કે આપણાં સૌની જિંદગી બહિર્મુખી બની ગઈ છે. સતત બહાર જોવાથી આપણું મન બહુ મોટા ત્રાસમાંથી પસાર થાય છે, કારણ કે વ્યક્તિનો ખુદ સાથેનો સંબંધ સાવ તૂટી જાય છે.

મનુષ્યની એંસી ટકા ઊર્જા આંખમાંથી બહાર જતી રહે છે. તેથી લોકો ખાલીપો પણ અનુભવે છે. જોકે, એક વાત યાદ રાખજો કે, આનો ઉપાય પણ છે જ. એ માટે તમારે ધ્યાન કરવાનું છે. સૌપ્રથમ તો કોઈ એકાંત રૂમમાં શાંતિથી બેસી જાઓ. એવી જગ્યા કે જ્યાં સાવ ઝાંખો પ્રકાશ હોય. એ પછી તમારી બંને આંખ બંધ કરી લો અને તમારી બંને હથેળીને તમારી બંધ આંખ ઉપર રાખો.

હથેળીને આંખની કીકી ઉપરથી હળવેકથી જવા દો. બની શકે કે શરૂઆતમાં તમારાથી પ્રેશર બની જાય, પણ ધીરે ધીરે પ્રેશર ઓછું કરતા જાઓ, જ્યાં સુધી તે સમાપ્ત ન થઈ જાય. બસ, એક હળવો સ્પર્શ રહે એ ધ્યાને જરૂર રાખજો. આ સ્પર્શથી આંખની ઊર્જા અંદર તરફ આવવા લાગશે, કારણ કે બહારનો દરવાજો બંધ થઈ ચૂક્યો છે.

આમ, જે ક્ષણે ઊર્જા પાછી ફરશે એ સમયે ચહેરા અને માથા ઉપર હળવાશ અનુભવાશે. અરે, તમે જોજો, તમારો થાક તરત દૂર થઈ જશે અને તમે તાજગીસભર બની જશો. આવું તમે દિવસમાં ફક્ત એક વાર નહીં, ઘણી બધી વાર કરી શકો છો. તેનાથી તમને અચૂક ફાયદો થશે.

Gujaratnow2 min read

Related News