બાલાસિનોરમાં 20 દિવસથી પાણી ન આવતાં મહિલાઓનો ગુસ્સો

બાલાસિનોરમાં 20 દિવસથી પાણી ન આવતાં મહિલાઓનો ગુસ્સો

બાલાસિનોર પાલિકાની મુદત પુર્ણ થતા કોઇ જવાબદાર અધિકારી ન હોવાથી પાલિકાના કર્મચારીઅો દ્વારા કરાતા અણધડ વહીવટના કારણે હોળી ચકલા તેમજ મદાની શેરી વિસ્તારમાં છેલ્લા પાણી ન પહોચતા વિસ્તારોમાં પાણી કકળાટ શરૂ થઈ ગયો હતો. અા અંગે સ્થાનિક લોકો દ્વારા પાલિકામાં વારંવાર મૌખિક રજૂઅાતો કરવા છતા બહેરી પાલિકાના કાને વાત ન પહોચતા પાલિકા દ્વારા કોઇ કામગીરી કરવામાં અાવી ન હતી. જેને લઇને વિસ્તારની મહીલાઅો રોષે ભરાઇને મંગળવારે પાલિકા કચેરીઅે પહોચીને ભારે સૂત્રોચ્ચાર સાથે પાણીની માંગ કરી હતી.

પરંતુ પાલિકાના ચિફ અોફીસર કામગીરી માટે ભચાઉ ગયા હોવાથી હાજર મળ્યા ન હતા. ત્યારે સમગ્ર ઘટનાની જાણ બાલાસિનોરના યુવા નેતા પાર્થ પાઠકને થતા તેઅો પાલીકા ખાતે દોડી આવ્યા હતા. યુવા નેતાઅે ભારે જહેમત બાદ મહિલાઓને સમજાવી મામલો થાળે પાડ્યો હતો. વહિવટદાર દ્વારા મહિલાઅોને પાણી માટેની હૈયાધારણા અાપવામાં અાવી હતી.

પીવાનું પાણી રોજ મળે તેવી માંગ
અમારા વિસ્તારમાં વીસ દિવસથી પાણી આવતું નથી. અવારનવાર મૌખિક રજુઆત કરી છે. તેમ છતાં અમોને પીવાનું પાણી મળતું નથી. અમોને રોજ પીવાનું પાણી મળી રહે એ અમારી માંગ છે. - સ્થાનિક મહિલા, હોળી ચકલા

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow