ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે
૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સાક્ષી બનશે
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ૧૦ મે, ૨૦૨૬ ના રોજ બેંગલુરુ સ્થિત ધ આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટરમાં યોજાનાર ધ આર્ટ ઓફ લિવિંગના ૪૫ વર્ષ પૂર્ણ થવાના તથા તેના સ્થાપક ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના ૭૦મા જન્મદિવસ નિમિત્તે આયોજિત ઐતિહાસિક ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે.
સરકારી નેતાઓથી લઈને લોકસેવક, ખેડૂતોથી લઈને એન્જિનિયર, ગૃહિણીઓથી લઈને CEO, વિદ્યાર્થીઓથી લઈને વરિષ્ઠ નાગરિક, તેમજ હજારો આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ સહિત જીવનના દરેક ક્ષેત્રના સહભાગીઓને આકર્ષતો આ કાર્યક્રમ ગુરુદેવના નેતૃત્વ અને સંસ્થાના વ્યાપને ઉજવતો એક અનોખો સમાગમ છે.
માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી આ ઉજવણી પ્રસંગે મુખ્ય પ્રવચન આપશે તેમજ આર્ટ ઓફ લિવિંગ આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ખાતે નવનિર્મિત ધ્યાન મંદિર - એક સમર્પિત ધ્યાન હોલ નું ઉદ્ઘાટન કરશે, સાથે જ માનસિક સુખાકારી, ગ્રામ વિકાસ, પ્રકૃતિ સંરક્ષણ અને સામાજિક પરિવર્તન જેવા ક્ષેત્રોમાં વર્ષભર ચાલનારી રાષ્ટ્રીય સેવા પહેલોની શરૂઆત કરશે.
ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના માર્ગદર્શન હેઠળ વિશ્વ શાંતિ માટેનું વૈશ્વિક ધ્યાન ૧૩ મે ૨૦૨૬ના રોજ યોજાશે અને તેનું વિશ્વવ્યાપી લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે.
૧૯૮૧ માં ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી દ્વારા સ્થાપિત ધ આર્ટ ઓફ લિવિંગ આજે ૧૮૨ દેશોમાં કાર્યરત એક વૈશ્વિક, સ્વયંસેવક આધારિત માનવતાવાદી અને શૈક્ષણિક સંસ્થા બની છે, જેણે સુદર્શન ક્રિયા જેવી પરિવર્તનકારી શ્વાસ પ્રક્રિયાઓ અને સુખાકારી તથા ટકાઉ વિકાસ માટેની આગવી ગ્રામ્ય પહેલો દ્વારા એક અબજથી વધુ જીવનને સ્પર્શ્યા છે. મહિના ભર ચાલનારી ઉજવણીના ભાગરૂપે યોજાનાર અન્ય કાર્યક્રમો નીચે મુજબ છે:
• શાસન, વ્યવસાય, મીડિયા, શિક્ષણ, કલા અને સંસ્કૃતિ તેમજ નાગરિક સમાજમાં નૈતિકતા વિષયક વૈશ્વિક નેતૃત્વ સંવાદો અને સમિટ્સ.
• જ્યાં ધ આર્ટ ઓફ લિવિંગ કાર્યરત છે તે ૧૮૨ દેશોની વૈવિધ્યસભર સંસ્કૃતિઓમાંથી સંગીત, નૃત્ય અને કલાત્મક અભિવ્યક્તિઓ દર્શાવતા સાંસ્કૃતિક મહોત્સવો.
• ભારતના ૪૫૦થી વધુ જિલ્લાઓમાં ‘અનસંગ એવરિડે હીરોઝ’ને સન્માનિત કરતા સમારોહ.
• ઉદ્યોગો અને જાહેર સેવાઓમાં માનવીય અને ટકાઉ અભિગમોને પ્રોત્સાહન આપતી નીતિ અને વિષયક ચર્ચાઓ.
• ૨૫-૨૬ મે દરમિયાન કેદી કલ્યાણ અને નીતિ સુધારાઓ વિષયક ચર્ચા, જેમાં શ્રેષ્ઠ પ્રથાઓ અને જેલ કેદીઓ માટેના ધ આર્ટ ઓફ લિવિંગ કાર્યક્રમના પ્રભાવને ઉજાગર કરવામાં આવશે.
• ભારત સરકારના વિદેશ મંત્રાલયના સહયોગથી યોજાયેલ BIMSTEC યુથ લીડરશિપ એક્સચેન્જમાં BIMSTECના તમામ સાત દેશોના યુવા નેતાઓ ધ આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટરમાં કેન્દ્રિત નેતૃત્વ અભ્યાસક્રમ માટે એકત્રિત થયા હતા.
જ્યારે ભારત વૈશ્વિક મંચ પર પોતાની મજબૂત ઓળખ સ્થાપિત કરી રહ્યું છે, ત્યારે આવા કાર્યક્રમો ઔપચારિક ઉજવણી કરતા પણ વધુથી મહત્ત્વ ધરાવે છે. ધ આર્ટ ઓફ લિવિંગ લાંબા સમયથી ભારતની સોફ્ટ પાવરનું એક માધ્યમ રહ્યું છે, જે પ્રાચીન જ્ઞાનને એવા લાખો લોકો માટે જીવંત અનુભવમાં રૂપાંતરિત કરે છે, જેમનો ભારતીય સંસ્કૃતિ અથવા તત્ત્વજ્ઞાન સાથે અગાઉ કોઈ સંબંધ ન હતો.
આ દ્રષ્ટિએ, ધ આર્ટ ઓફ લિવિંગનો ૪૫ વર્ષનો પ્રવાસ ભારતના વધતા વૈશ્વિક પ્રભાવ અને આત્મવિશ્વાસની કહાનીથી અવિભાજ્ય છે.
માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી :
“ધ આર્ટ ઓફ લિવિંગે લોકોને જાગૃતિ, કરુણા અને મૂળભૂત મૂલ્યો સાથે કાર્ય કરવાનું શીખવ્યું છે. યોગનો સાચો અર્થ એ જ છે. અને આ કારણે જ આજે વિશ્વ જ્યારે ચિંતા, સંઘર્ષ અને વિમુખતા માટેના જવાબો શોધે છે ત્યારે તે ભારત તરફ જુએ છે.”
ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી :
”સ્વસ્થ સમાજની ઓળખ એ છે કે દરેક ચહેરા પર સ્મિત જોવા મળે. છેલ્લા પિસ્તાલીસ વર્ષથી અમે એ જ લક્ષ્ય તરફ કાર્ય કરી રહ્યા છીએ.”