વિશ્વનો લોકપ્રિય હાસ્ય કલાકાર–મિસ્ટર બીન

વિશ્વનો લોકપ્રિય હાસ્ય કલાકાર–મિસ્ટર બીન
તેણે પોતાની ખામીમાંથી જ પ્રેરણા લીધી. આ યુવાનના મનમાં છેક બાળપણથી એક પાત્ર આકાર લઈ રહ્યું હતું

આજે એક એવા વ્યક્તિત્વનો પરિચય કરાવવો છે જેના જીવનની ઘટનાઓ પરથી ટનબંધ પ્રોત્સાહન મળી રહે. મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલ એક બાળક ચાર ભાઈઓમાં સહુથી નાનો, પિતા એક ખેડૂત. ખેતીમાંથી એટલી બધી ઊપજ આવે નહીં એટલે માંડ બે છેડા ભેગા થાય. આવી પરિસ્થિતિમાં એનું બાળપણ વીત્યું. આ બાળકને અચકાઇને બોલવાની સમસ્યા હતી. બીજાં બાળકોની માફક આ બાળકે પણ નિશાળમાં પ્રવેશ મેળવ્યો. બાળકનો દેખાવ પણ જાણે કે ગભરાયેલો હોય એવો હતો, ઉપરથી અચકાઇને વાત કરવાની સમસ્યા, આ બધાંને કારણે શાળામાં તેને ચીડવવામાં આવતો, તેના સહાધ્યાયીઓ હંમેશાં એના પર રોફ જમાવતા અને તેને એલિયન જેવા દેખાવવાળો કહી ખીજવતા. આમ, શાળામાં તો તેની પરિસ્થિતિ ઘર કરતાં પણ વિકટ હતી. આના કારણે તે ખૂબ જ શરમાળ, ભીરુ બાળક બની ગયો, જેને ખાસ કોઈ મિત્રો નહોતા. આથી એણે વિજ્ઞાનમાં ઝંપલાવ્યું. કરુણતા તો એ હતી કે આમાં શિક્ષકો પણ અપવાદ નહોતા.

એમાંના એકે તો કહ્યું કે આ બાળકમાં ખાસ કહી શકાય એવું કશું જ નથી. તે સામાન્ય કરતાં પણ નીચેના સ્તરનું વ્યક્તિત્વ ધરાવે છે. શિક્ષકોને અપેક્ષા નહોતી કે તે ક્યારેય એક વૈજ્ઞાનિક બની શકશે, પરંતુ બાળકે બધાંને ખોટા સાબિત કર્યાં અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં તેના અભ્યાસ દરમિયાન, તે અભિનય તરફ આકર્ષાયો. પરંતુ બોલવાની તકલીફને કારણે તે પરફોર્મ કરી શકતો નહોતો. ઓક્સફર્ડમાં તેણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. ડિગ્રી મેળવ્યા પછી અભિનેતા બનવાના સ્વપ્નને સાકાર કરવાનું નક્કી કર્યું. આ માટે તેણે એક કોમેડી ગ્રૂપમાં પ્રવેશ મેળવ્યો. પરંતુ અહીં પણ અચકાઇને બોલવાની તકલીફ તેના માર્ગમાં રૂકાવટ બની. ઘણા ટીવી શોએ તેને રિજેક્ટ કર્યો. ઘણાં રિજેક્શન છતાં, તેણે પોતાનો આત્મવિશ્વાસ ન ગુમાવ્યો. લોકોને હસાવવાનું એને ખૂબ ગમતું. તે જાણતો હતો કે તે આમાં માહિર છે. તેથી તેણે કોમેડી પર વધુ ને વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું. એને ટૂંક સમયમાં સમજાયું કે જ્યારે પણ તે સ્ટેજ પર કોઈ પાત્ર ભજવે છે ત્યારે તે અચકાયા વગર બોલી શકે છે.

જ્યારે પણ આવું પાત્ર ભજવતો ત્યારે અચકાટ અદૃશ્ય થઈ જતો. તેના દ્વારા લખાયેલ અને અભિનીત ‘બ્લેકેડર’ સિરીઝને ખૂબ સફળતા મળી. પરંતુ તેમ છતાં તેણે અચકાટ પર કાબૂ મેળવવાનો માર્ગ શોધી કાઢ્યો. તેણે પોતાની ખામીમાંથી જ પ્રેરણા લીધી. આ યુવાનના મનમાં છેક બાળપણથી એક પાત્ર આકાર લઈ રહ્યું હતું. 1980માં અનુસ્નાતક માટે અભ્યાસ કરતી વખતે આ યુવાને એક પાત્ર શોધી કાઢ્યું, ‘મિસ્ટર બીન’, જે એક શબ્દ પણ બોલ્યા વગર અભિનય દ્વારા ફિઝિકલ કોમેડી કરતું. મિસ્ટર બીનનું આ પાત્ર આ યુવાને એટલું સરસ રીતે ભજવ્યું કે તે એની ઓળખનું પર્યાય બની ગયું. આજે આટલાં વરસો પછી પણ આ યુવાન ‘Mr. Bean’ તરીકે જ ખ્યાતિપ્રાપ્ત છે. એનું સાચું નામ છે, રોવાન એટકિન્સન, જે નામને લોકો લગભગ ભૂલી ગયાં છે. અંતે મિસ્ટર બીન ઉર્ફે એટકિન્સન કહે છે,

‘સફળ થવા માટે તમારે રૂપકડા ચહેરા કે હીરો જેવી દેહયષ્ટિની જરૂર નથી. તમારે જરૂર છે, કૌશલ્યપૂર્ણ મગજ અને તમારું પાત્ર સારી રીતે ભજવવાની ક્ષમતા.’ આજે એટકિન્સન પાસે 130 મિલિયન ડોલરની નેટવર્થ છે અને તે વિશ્વના સૌથી લોકપ્રિય અભિનેતાઓ અને હાસ્ય કલાકારોમાંના એક છે.

મિસ્ટર બીન આજે દુનિયાના ખૂણે ખૂણે પહોંચ્યો છે. એક એવી વ્યક્તિ જેનું બાળપણ સાવ સામાન્ય હતું, એવી વ્યક્તિ જે બોલતાં બોલતાં અચકાતી હતી, એક એવી વ્યક્તિ કે જેની પાસે આકર્ષક વ્યક્તિત્વ નહોતું, માત્ર ને માત્ર સ્વપ્ન અને સ્વપ્નસિદ્ધિ માટે અવિરત પ્રયત્ન જ એનો જીવનમંત્ર બન્યો. સાચે જ કહ્યું છે, ‘સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય’. મિસ્ટર બીન એક આવા જ સ્વપ્નસેવી યુવકના કઠોર પરિશ્રમ અને આત્મવિશ્વાસનું સુખદ પરિણામ છે. રોવાન એટકિન્સનની સફળતાની વાર્તા ખૂબ પ્રેરણાદાયી છે, કારણ કે તે આપણને શીખવે છે કે જીવનમાં સફળ થવા માટે સૌથી મહત્ત્વની બાબતો જુસ્સો, સખત મહેનત, સમર્પણ અને આપણી લાગણી અને નબળાઈઓની પરવા કર્યા વિના ક્યારેય હાર ન માનવી તે છે. સફળતાના માર્ગમાં લોકોના અભિપ્રાયો, અસ્વીકાર, આત્મ-શંકા, નિષ્ફળતાઓ વગેરેના રૂપે ઘણા અવરોધો આવે છે. પરંતુ જેઓ આગળ વધવા માટે મક્કમ છે તેમને જીવન ઘણું બધુ આપે પણ છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow