પેપર લીક મુદ્દે કુલપતિ, રજિસ્ટ્રાર, પરીક્ષા નિયામક ખો-ખો રમ્યા, આજે ફરિયાદ કરવાની ખાતરી આપી

પેપર લીક મુદ્દે કુલપતિ, રજિસ્ટ્રાર, પરીક્ષા નિયામક ખો-ખો રમ્યા, આજે ફરિયાદ કરવાની ખાતરી આપી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બીબીએ અને બી.કોમ. સેમેસ્ટર-5ની પરીક્ષાના પેપર લીક થયાની ઘટનાને 35 દિવસ થવા છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી નહીં થતા ગુરુવારે વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈએ કુલપતિની ચેમ્બરમાં હંગામો મચાવ્યો હતો. પોલીસ ફરિયાદ ક્યારે દાખલ કરશે તેની લેખિતમાં ખાતરી ન આપે ત્યાં સુધી એનએસયુઆઈના કાર્યકર્તાઓએ વીસી ચેમ્બરમાં જ બેસીને ધરણાં કર્યા હતા.

કુલપતિને બંગડી આપી વિરોધ કર્યો હતો
કુલપતિએ રજિસ્ટ્રારને બોલાવ્યા, ત્યારબાદ પરીક્ષા નિયામકને પણ બોલાવ્યા. ડૉ. ભીમાણીએ કહ્યું, રજિસ્ટ્રાર ફરિયાદી બનશે, રજિસ્ટ્રાર અમિત પારેખે કહ્યું, પરીક્ષા નિયામકની જવાબદારી છે તેમણે ફરિયાદી બનવું જોઈએ અને પરીક્ષા નિયામક નિલેશ સોનીએ પેપર લીક કાંડમાં ફરિયાદી બનવાની ઘસીને ના પાડી દીધી હતી. ત્રણેય મુખ્ય સત્તાધીશોએ પેપર લીક કાંડમાં પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવા મુદ્દે એકબીજાને ખો આપી ગંભીર ઘટનાને રમત બનાવી દીધી હતી. વિદ્યાર્થી સંગઠનના ધરણાં બાદ અંતે ત્રણેય સત્તાધીશોએ તારીખ 18 નવેમ્બરના રોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા લેખિત બાંહેધરી આપતા મામલો શાંત થયો હતો. એનએસયુઆઈએ કુલપતિને બંગડી આપી વિરોધ કર્યો હતો.

અડધો કલાક એકબીજાને ખો આપ્યા બાદ FIRની લેખિત બાંહેધરી આપી
વિદ્યાર્થી સંગઠને કુલપતિને એફઆઇઆર દાખલ કરવા કહ્યું, કુલપતિએ રજિસ્ટ્રારને બોલાવી તેમના પર જવાબદારી ઢોળી, બાદમાં રજિસ્ટ્રારે પણ ફરિયાદી બનવાનો ઇનકાર કરી પરીક્ષા નિયામક ઉપર દોષનો ટોપલો ઢોળ્યો. અંતે પરીક્ષા નિયામકે પણ ફરિયાદી બનવા ના પાડી. અડધો કલાક ત્રણેય એકબીજાને ખો આપ્યા બાદ એફઆઇઆરની લેખિત બાંહેધરી આપી હતી.

QPDS સિસ્ટમ ફેઇલ | છેલ્લી પરીક્ષામાં 87% વિદ્યાર્થીઓને પેપર રૂબરૂ જ મોકલ્યા’તા
અગાઉ યુનિવર્સિટીએ કોમર્સ ફેકલ્ટી સિવાયના તમામ પ્રશ્નપત્ર ઓનલાઈન મોકલવાની જાહેરાત કરી હતી. કારણ કે કોમર્સમાં એકાઉન્ટના પેપર 14 પાનાનું હોવાથી ઓફલાઈન મોકલવા પડે તેમ હતા પરંતુ છેલ્લે લેવાયેલી પરીક્ષામાં કોમર્સ સિવાયની ફેકલ્ટીમાં પણ ઓનલાઈન પેપર મોકલવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પરીક્ષા વિભાગ નિષ્ફળ રહ્યો હોય એમ 87% વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર ઓફલાઈન જ મોકલવામાં આવ્યા હતા જ્યારે માત્ર અમુક જ ફેકલ્ટીમાં ઓનલાઈન પેપર મોકલાયા હતા. ગુરુવારે એનએસયુઆઈએ યુનિવર્સિટીએ આંશિક લાગુ કરેલી ક્યુપીડીએસ સિસ્ટમનો પણ વિરોધ કર્યો હતો અને આ સિસ્ટમ ઉપયોગી નહીં નીવડી હોવાનું જણાવ્યું હતું.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow