દુબઈમાં ધરપકડ થયા હોવાના સમાચાર પર ઉર્ફીએ તોડ્યુ મૌન

દુબઈમાં ધરપકડ થયા હોવાના સમાચાર પર ઉર્ફીએ તોડ્યુ મૌન

મારી ધરપકડ નહોતી થઇ: ઉર્ફી જાવેદ

પોતાના અજીબોગરીબ ફેશન સેન્સને લઇને કાયમ ચર્ચામાં રહેતી ઉર્ફી જાવેદને લઇને હાલમાં સમાચાર આવ્યાં હતા કે તેમની દુબઈમાં રિવીલિંગ ડ્રેસ પહેરવાને કારણે ધરપકડ થઇ હતી. જો કે, ઉર્ફીએ આ અંગે સ્પષ્ટતા કરીને જણાવ્યું કે તેમની ધરપકડ નહોતી થઇ.  

પોલીસ શૂટ રોકાવવા માટે આવી હતી: ઉર્ફી

એક ન્યુઝ ચેનલ સાથે વાત કરતા ઉર્ફી જાવેદે આ મામલે સ્પષ્ટતા કરી. તેમણે કહ્યું, લોકેશન પર કોઈ ઈશ્યુ થયો હતો. તેથી પોલીસ ત્યાં શૂટ રોકાવવા માટે આવી હતી.  

તે એક પબ્લિક પ્લેસ હતુ તેથી ત્યાં શૂટ કરવાનો એક નક્કી સમય હોય છે. પરંતુ પ્રોડક્શન ટીમે ટાઈમિંગ વધારી નહીં તેથી અમારે ત્યાંથી જવુ પડ્યુ. જેનુ મારા કપડા સાથે કોઈ કનેક્શન નથી. અમે બાકી રહેલુ શૂટ બીજા દિવસે કર્યુ અને બધુ સારું થયુ.

ધરપકડ થયાના આવ્યાં હતા સમાચાર

આની પહેલા એક ન્યુઝ ચેનલના સોર્સ દ્વારા જાણવા મળ્યું હતુ કે ઉર્ફી જાવેદ તેના પ્રોજેક્ટ શૂટ માટે યુએઈ ગઇ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઉર્ફી ત્યાં રિવીલિંગ ડ્રેસ પહેરવાના કારણે મુશ્કેલીમાં ફસાઈ ગઇ હતી.

કારણકે પોલીસ સેટ પર આવી ગઇ હતી. સુત્રએ જણાવ્યું હતુ કે જેને લઇને ઉર્ફીની પોલીસે પૂછપરછ પણ કરી હતી. જો કે, હવે ઉર્ફીએ આ સમાચારને નકારી દીધા છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow