અમેરિકાના 100થી વધુ શહેરોમાં દશેરાની ધૂમ

અમેરિકાના 100થી વધુ શહેરોમાં દશેરાની ધૂમ

પહેલીવાર અમેરિકાના 100થી વધુ શહેરોમાં દશેરા મનાવાશે. વિદેશોમાં ભારતીયોની વસતી વધી રહી છે તેમ તેમ ત્યાં ભારતીય તહેવારો પણ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યા છે. અમેરિકાના લગભગ દરેક મોટા શહેરમાં રામલીલાનું આયોજન થઇ રહ્યું છે. તે માટે રાવણના પૂતળા પહેલાં ભારતથી આયાત કરાતા હતા પણ હવે અમેરિકામાં જ બની રહ્યા છે.

અમેરિકાના લગભગ અડધા રાજ્યો અને 40 શહેરે ઓક્ટોબરને હિન્દુ હેરિટેજ મન્થ જાહેર કર્યો છે. આ વખતે નવરાત્રિ, દુર્ગાપૂજા, દશેરા અને દિવાળી જેવા મહત્વના તહેવારો આ મહિનામાં જ આવી રહ્યા છે. અમેરિકાના વિકાસમાં ત્યાં રહેતા હિન્દુઓનું યોગદાન ધ્યાનમાં રાખીને ઘણાં રાજ્યોએ આ નિર્ણય લીધો છે. ઇન્ડો-એશિયન ફેસ્ટિવલ ગ્રુપનાં ચેરપર્સન ચંચલ ગુપ્તા કહે છે કે અમેરિકામાં જન્મેલા આપણા સંતાનો નથી જાણતા કે રામ-સીતા કોણ હતા? અમે આપણી આવનારી પેઢીઓને આપણી સંસ્કૃતિથી વાકેફ કરવા ઇચ્છીએ છીએ, જેથી આપણા તહેવારોની ઉજવણી કરી રહ્યા છીએ.

અમેરિકામાં ભારતીય તહેવારો મોટા પાયે મનાવાય છે. રાજ્ય સરકારો અને શહેરોના સ્થાનિક તંત્ર ફંડ કરવા લાગ્યા છે. કેટલીક કંપનીઓ પણ આ તહેવારો સ્પોન્સર કરી રહી છે. ન્યૂજર્સી દશેરાને રાજ્ય સરકારનો સંસ્કૃતિ વિભાગ નાણાકીય સહાય કરે છે.

ટેક્સાસ, ઓહિયો, ન્યૂજર્સી અને પેન્સિલ્વેનિયા જેવા શહેરો-રાજ્યો પણ દશેરા આયોજનમાં નાણાકીય મદદ કરી રહ્યા છે. કલાકાર કૃષ્ણા સિંઘલ કહે છે કે તેઓ પહેલાં રાવણનું માત્ર 1 પૂતળું બનાવતા જ્યારે આ વર્ષે 6 બનાવ્યા છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow