યુક્રેનમાં હજારો મહિલા અને બાળકો કારમાં રાત વીતાવે છે

યુક્રેનમાં હજારો મહિલા અને બાળકો કારમાં રાત વીતાવે છે

આશરે ત્રણ કરોડની વસતી ધરાવતું યુક્રેન ઠુઠવાઇ ગયું છે. આકાશમાંથી હિમવર્ષા અને રશિયન મિસાઇલોના હુમલાની બેવડી આફત યુક્રેનના નાગરિકો માટે જીવલેણ સાબિત થઇ રહી છે. મિસાઇલોથી ઇમારતો પડી રહી છે.

તૂટેલા દરવાજા-બારીઓમાંથી લોહી જામી જાય એવી બર્ફીલી હવા આવી રહી છે. પારો માઇનસ બે ડિગ્રી થઇ ગયો છે અને પંદરેક દિવસમાં માઇનસ વીસ ડિગ્રી થઇ જશે. હુમલાના કારણે પાણીની પાઇપલાઇનો તૂટી ગઇ છે, જેથી લોકો હેન્ડપંપથી પાણી ભેગું કરી રહ્યા છે.

કેટલાક વિસ્તારોમાં ઘરોમાં પાણી જમા કરવાના વાસણો પણ નથી, એટલે બાથ ટબમાં પીવાનું પાણી જમા કરાઇ રહ્યું છે. 25 લાખની વસતી ધરાવતી રાજધાની કીવમાં 20% અને યુક્રેનના તો 50% વિસ્તારમાં વીજ પુરવઠો પણ નથી.

ઘરોમાં સેન્ટ્રલ હીટિંગ સિસ્ટમ ઠપ છે. લોકો પાસે રજાઇ-કામળા પણ નથી, એટલે મહિલાઓ-બાળકો કારમાં રાત વીતાવે છે. વળી, અહીં યુરોપથી આવતી પાણીની બોટલોના ભાવ પાંચ ગણા વધી ગયા છે. જોકે, હાલ ભોજનની અછત નથી, પરંતુ ફૂડ માર્ટ બંધ થઇ ગયા છે. નાના સ્ટોરમાંથી લોકોને સામાન મળી જાય છે. અનેક લોકોએ નોન-વેજ ભોજન સ્ટોર કર્યું છે, જે શિયાળામાં ઝડપથી ખરાબ પણ નથી થતું.

ઘરોનું રિપેરિંગ કરનારા કારીગરો પણ નથી | યુક્રેનમાં રશિયન હુમલાથી નુકસાનગ્રસ્ત અનેક ઇમારતોનું હંગામી ધોરણે રિપેરિંગ પણ થઈ શકતું નથી. તેનું કારણ એ છે કે, દોઢ કરોડ લોકો હિજરત કરી ચૂક્યા છે, જેમાં મોટા ભાગના લોકો વિવિધ ક્ષેત્રમાં કામ કરનારા કારીગરો હતા.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow