આ સરકારી મંત્રાલયનું ટ્વિટર એકાઉન્ટ થયું હેક, ક્રિપ્ટોકરન્સી સાથે છે મોટું કનેકશન

આ સરકારી મંત્રાલયનું ટ્વિટર એકાઉન્ટ થયું હેક, ક્રિપ્ટોકરન્સી સાથે છે મોટું કનેકશન

આજકાલ લોકો હેકિંગના ખુબ શિકાર થઇ રહ્યા છે, સામાન્ય લોકોની તો દૂરની વાત પરંતુ ઘણી દિગ્ગજ કંપની અથવા સંસ્થાઓ પણ હેકિંગનો શિકાર બની રહી છે. થોડા દિવસો પહેલા દિલ્હીની સરકારી હોસ્પિટલ AIIMS નું સર્વર હેક થયું હતું અને હવે કેન્દ્ર સરકારના એક મંત્રાલયનું ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે. લોકોની જાણકારી માટે તમને જણાવી દઈએ કે હેકર્સે ગુરુવારે સવારે આ ઘટનાને અંજામ આપ્યો છે.

આ મંત્રાલયનું એકાઉન્ટ પણ હેક
હેકર્સે AIIMS દિલ્હી હોસ્પિટલના સર્વરને નિશાન બનાવ્યા બાદ આ વખતે જલ શક્તિ મંત્રાલયનું ટ્વિટર એકાઉન્ટ હેક કર્યું છે. કેન્દ્રીય જલ શક્તિ મંત્રાલયના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટને હેક કર્યા પછી, હેકર્સે શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં સ્વચ્છ ભારત અને અન્ય મંત્રાલયોને ટેગ કર્યા છે.

જૂની ટ્વિટ ડિલીટ કરવામાં આવી
જાણકારી માટે તમને જણાવી દઈએ કે જલ શક્તિ મંત્રાલયના ટ્વિટર એકાઉન્ટમાંથી કરવામાં આવેલી તમામ ટ્વિટ ડિલીટ કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે કેટલાક બોટ એકાઉન્ટ્સ અને કેટલાક વાસ્તવિક એકાઉન્ટ્સને પણ ટ્વીટ સાથે ટેગ કરવામાં આવ્યા હતા. આ વાત તમને આશ્ચર્યચકિત કરી દેશે પરંતુ એ વાત સાચી છે કે એકાઉન્ટ પર કબજો કર્યા બાદ હેકર્સે 80 થી વધુ ટ્વિટ કરી હતી.

નવી ટ્વિટ સાથે ઘણા એકાઉન્ટ પણ ટેગ કર્યા
નોંધનીય છે કે કેટલાક ટ્વિટર એકાઉન્ટ્સ બોટ એકાઉન્ટ સાથે સંબંધિત હોવાની શંકા છે કારણ કે આ એકાઉન્ટ્સમાં 10 કરતા ઓછા ફોલોઅર્સ હતા. ટ્વીટ સાથે ટેગ કરાયેલા કેટલાક વાસ્તવિક એકાઉન્ટ્સમાં 2000 થી વધુ ફોલોઅર્સ છે. ત્યારે કેટલીક ટ્વિટમાં પાકિસ્તાની એકાઉન્ટને પણ ટેગ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ક્રિપ્ટો આધારિત ટ્વિટર એકાઉન્ટ્સની લિંક્સ પણ હાજર હતી. જણાવી દઈએ કે હાલમાં કોઈ હેકર ગ્રુપે આ હેકિંગની જવાબદારી લીધી નથી, પરંતુ હેકિંગની આ ઘટના સામે આવતા જ સરકારે મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow